ધંધુકા માં કિશન ભરવાડ ઘટના મામલે ઘટનાને આજે બે અઠવાડિયા જેટલા દિવસ થઈ ગયા છે.25 જાન્યુઆરીના રોજ કિશન ભરવાડ નો વિધર્મીઓ દ્વારા જીવ લઈ લેવામાં આવ્યો હતો.આખા ગુજરાતને કિશન ભરવાડ ના નિધન પર દુઃખ વ્યકત કર્યું હતું ત્યારે કિશન ભરવાડ ના પરિવાર ની આ સમયમાં ખૂબ જ કફોડી પરિસ્થિતિ બની છે.
કિશન ભરવાડ ની પાણીઢોળ ની વિધિ શનિવાર ના દિવસે કરવામાં આવી હતી અને આ દિવસે કિશન ના પિતા કિશન ના ફોટા પર હાર ચઢાવતા વખતે તેમના દીકરાને તસવીરમાં જોઈ ને જોર જોર થી રડવા લાગ્યા હતા.
કિશન ના સસરા વડોદરા થી ધંધુકા જમાઈની ઉત્તર ક્રિયા માં પહોંચ્યા હતા અને કિશન ના નાના ભાઈએ ઉત્તર ક્રિયા ની વિધિ કરી હતી.આપણે જણાવી દઈએ કે ધંધુકા નજીક આવેલા વતન ચચાણા ગામે કિશન ની ઉત્તર ક્રિયા વિધિ રાખવામાં આવી હતી.
આ દરમિયાન તેના પરિવાર અને સગાસંબંધીઓ અને માલધારી સમાજના લોકો આવ્યા હતા. કિશન નો નાનો ભાઈ ઉતર ક્રિયા ની વિધિ માટે બેઠો હતો. બીજી તરફ આ કરુણ સમયે કિશન ની પત્ની રડી રડીને અડધી થઈ ગઈ હતી. આમ તો ગઈકાલે વસંત પંચમી હતી
અને રાજ્ય સહિત બધે જ લગ્નના ગીતો ગવાયા હતા જ્યારે દોઢ વર્ષના લગ્નજીવનમાં જ કિશનની પત્નીની વસંત ઉજડી ગઈ અને ગઈકાલે પતિની ઉત્તર ક્રિયા માં મરાશિયા ગવાયા હતા.
કિશન ના મૃત્યુ બાદ તેમના પિતા શીવાભાઈ ખૂબ જ દુઃખી હતા. જે આજે કિશન ને લાડ લડાવ્યા હાથે તેઓ તેઓની ઉત્તર ક્રિયા માં ફોટા પર ફૂલનો હાર અને માળા ચડાવી હતી. ઉત્તર ક્રિયા વિધિ હોવાને કારણે કિશન ના ઘર ની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને અહીં મહિલા પોલીસ પણ હાજર હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment