બાઈક સવાર 2 યુવાનોને એક બેકાબૂ ટ્રકચાલકે લગાવી જબરદસ્ત ટક્કર – બંનેના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 5:15 pm, Mon, 7 February 22

છત્તીસગઢના જાંજગીરમાં રવિવારે મોડી રાત્રે બનેલી એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે બાઇક સવારના મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ પુરપાટ ઝડપે આવતા ચક્કર ના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર અકસ્માતના પગલે લોકો ભારે રોષે ભરાયા હતા. અને રસ્તો બ્લોક કરી દીધો હતો. લાંબા સમય સુધી આ હોબાળો મચાવ્યો હતો. મૃત્યુ પામેલા 23 વર્ષીય કિશન યાદવ અને 26 વર્ષીય પપ્પુ યાદવ બંને ટ્રક ડ્રાઈવર હતા.

બંને મોડી રાત્રે બાઇક પર કાંઈક જવા નીકળ્યા હતા. ત્યારે લગભગ દસ વાગ્યાની આસપાસ રસ્તામાં એક બેકાબૂ ટ્રકે તેમની બાઇકને જબરદસ્ત લગાવી હતી. આ ઘટનામાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તે કારણોસર બંનેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. બંનેના મૃતદેહને એમ્બ્યુલન્સના મારફતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત તમામ લોકોએ મળીને બે કલાક સુધી હોબાળો મચાવ્યો હતો.

ઉપરાંત તેઓએ મૃત્યુ પામેલા બંને યુવાનોના પરિવારજનોને વળતર અને બસ સ્ટેશનની સામે આવેલી દારૂની દુકાન હટાવવાની માગણી કરી હતી. પોલીસે સમજાવ્યા પરંતુ તેઓ સમજયા નહીં ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનોને બોલાવીને 25-25 હજાર રૂપિયાની સહાય આપી હતી.

ઉપરાંત સાત દિવસમાં દારૂની દુકાન હટી જશે તેવી ખાતરી આપી હતી. ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી રફુચક્કર થઇ ગયું હતું ત્યારબાદ પોલીસે નાકાબંધી કરીને ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બાઈક સવાર 2 યુવાનોને એક બેકાબૂ ટ્રકચાલકે લગાવી જબરદસ્ત ટક્કર – બંનેના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*