મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ આપણે દંગ થઈ જઈએ તેવા ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણો શ્વાસ અધ્ધર થઇ જતો હોય છે. ત્યારે હાલમાં એક દાદીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
દાદીનું ડેરિંગ જોઈને ભલભલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે 50 થી 60 વર્ષની ઉંમરની એક મહિલા તામ્રબર્ની નદીના પુલ ઉપર પહોંચી હતી. આ મહિલા અહીં સાડીમાં હોવા છતાં પણ તે ભૂલ પરથી જરાક પણ ડર્યા વગર નદીમાં જોરદાર છલાંગ લગાવે છે.
આ દાદીની જોરદાર છલાંગ જોઈને ત્યાં ઉભેલા તમામ લોકો હચમચી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે નદીમાંથી પુલની ઊંચાઈ લગભગ 40 ફૂટ છે. ઘણી બધી ઊંચાઈ હોવા છતાં પણ દાદી જરાક પણ ડરતા નથી અને બિન્દાસ નદીમાં છલાંગ લગાવે છે.
અહેવાલ અનુસાર જાણવા મળી રહ્યું છે કે મહિલાઓ અહીં દરરોજ આ રીતે સ્નાન કરે છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર IAS ઓફિસર SUPRIYA SAHU એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 77 હજારથી પણ વધારે લોકોએ જોયો છે અને 1500 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે.
વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં દાદીના ડેરિંગ વિશે અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો નદીમાં સ્નાન કરી રહ્યા છે.
Awestruck to watch these sari clad senior women effortlessly diving in river Tamirabarni at Kallidaikurichi in Tamil Nadu.I am told they are adept at it as it is a regular affair.😱Absolutely inspiring 👏 video- credits unknown, forwarded by a friend #women #MondayMotivation pic.twitter.com/QfAqEFUf1G
— Supriya Sahu IAS (@supriyasahuias) February 6, 2023
આ દરમિયાન એક દાદી પુલની દિવાલ પુદીને ત્યાંથી નદીમાં જરાક પણ દરિયા વગર જોરદાર છલાંગ લગાવે છે. દાદીને જોઈને ત્યાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે અને વીડિયો જોઈને ઘડીક તો ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment