હાલમાં ચર્ચાનો વિષય બનેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડને તો તમે બધા જરૂર ઓળખતા હશો. દેવાયત ખવડ હંમેશા વિવાદોથી ઘેરાયેલા રહે છે. સ્ટેજ ઉપર બેસીને વટ અને ખુમારીની વાતો કરનાર દેવાયત ખવડ 6 દિવસથી ફરાર છે. આજથી થોડા દિવસ પહેલા દેવાયત ખવડે પોતાના બે સાથીદારો સાથે મળીને મયુરસિંહ રાણા નામના વ્યક્તિ ઉપર પ્રહાર કર્યા હતા.
ત્યારબાદ દેવાયત ખવડ ફરાર થઈ ગયો હતો. મયુરસિંહ રાણાની ફરિયાદના આધારે પોલીસે દેવાયત ખવડ અને તેના અન્ય બે સાથીદારો સામે ગુનો નોંધીને તેમની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે આ કેસને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ કેસમાં હવે દેવાયત ખવડે. રાજકોટની સેશન કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી છે.
હાલમાં સોશિયલ મીડિયા પર દેવાયત ખવડના ઘણા જુના વિડીયો વાયરલ થઇ રહ્યા છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં દેવાયત ખવડની જ ચર્ચાઓ ચાલી રહી છે. આ એ જ દેવાયત ખવડ છે જે સ્ટેજ પર બેસીને કહેતો હતો કે FIRના ઢગલા થઈ જાય તો પણ મુંઝાવાનું ન હોય. જ્યારે તેના પર એક FIR થઈ તો ઘરે તાળું મારીને દેવાયત ખવડ ફરાર થઈ ગયો છે.
છ દિવસ થઈ ગયા પરંતુ હજુ પણ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નથી. મિત્રો તમને જણાવી દઈએ કે દેવાયત ખવડ 7 ડિસેમ્બરના રોજ રાજકોટના બિલ્ડર મયુરસિંહ રાણા ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. ત્યારબાદ રાજકોટ પોલીસે દેવાયત ખવડની શોધખોળ શરૂ કરી હતી. છ દિવસ થઈ ગયા છતાં પણ દેવાયત ખવડનો કોઈ પણ પત્તો લાગ્યો નથી.
ત્યારે હવે ભાગેલું દેવાયત ખવડે તેના વકીલ મારફતે રાજકોટની સેશન કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કર્યો છે.ઘટનાના એટલા બધા દિવસો થઈ ગયા છતાં પણ હજુ સુધી પોલીસ દેવાયત ખવડની ધરપકડ કરી શકી નથી તેના ઉપર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસના સૂત્રો અનુસાર દેવાયત ખવડ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધ ધરાવે છે.
અન્ય આરોપીઓ સાથે કડક વલણ રાખનાર પોલીસ અધિકારીઓ કેમ દેવાયત ખવડ સામે કડક કાર્યવાહી નથી કરી રહ્યા. દેવાયત ખવડને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. મિત્રો તમે જ કહો કે આવા દેવાયત ખવડને શું સજા મળવી જોઈએ. કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ કોમેન્ટ કરીને જણાવો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment