ભારતે કોરોના ના ઘરમાંથી લોકોને બહાર કાઢવા માટે મોટી સંખ્યામાં કોરોના રસી ના ડોઝ નું બુકિંગ કરાવી દીધું છે. ભારતના તમામ નાગરિકોને રસી ઉપલબ્ધ કરાવવા માટે ભારતે અત્યાર સુધીમાં 160 કરોડ ડોઝઓર્ડર આપ્યા છે.મીડિયાના અહેવાલ અનુસાર મળતી માહિતી મુજબ ૩૦ નવેમ્બર સુધીના આંકડા અનુસાર કોરોના રસી ના કન્ફર્મ ડોઝના બુકિંગના મામલે ભારત વિશ્વભરમાં ટોચના સ્થાન પર છે.
ભારતમાં કોરોના રસી ને ખરીદી થી લઈને સ્ટોરેજ અને વિતરણ સુધી નો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. અમેરિકાની યુનિવર્સિટીના ગ્લોબલ હેલ્થ ઇનોવેશન સેન્ટર નું માનીએ તો ભારતે કુલ ત્રણ એજન્સીઓને ૧૬૦ કરોડના ઓર્ડર આપી દીધા છે.રિપોર્ટ અનુસાર ભારત બાદ.
કોરોનાવાયરસ રસીના સૌથી વધારે ડોઝ બુકિંગ કરાવનારા યુરોપિયન યુનિયન છે.ઇયુએ સો કરોડથી વધારે કોરોના રસી ના ડોઝ બુક કરી દીધા છે. જ્યારે અમેરિકાએ 80 કરોડથી વધારે ડોઝ બુકિંગની સાથે ત્રીજા સ્થાન પર છે.
ભારતમાં અત્યારે કોરોના વેક્સિન નો સંગ્રહ અને વિતરણ વ્યવસ્થાની તૈયારી શરૂ થઈ ગઈ છે. ભારતીય કંપનીઓ પણ કોરોના ની રસી નું પરીક્ષણ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment