ભારતના કોરોના ના વધતા કેસો વચ્ચે લોકડાઉન લાદવાની વાતો વહેતી થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર અત્યારે એવા મેસેજ પડી રહ્યા છે કે કેન્દ્રની મોદી સરકારે સમગ્ર દેશભરમાં 15 દિવસનું લોકડાઉન લાદવાની જાહેરાત કરી છે. મોદી સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આવો કોઈ નિર્ણય મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી અને સમગ્ર દેશમાં લોકડાઉન લદાયુ નથી. સોશિયલ પ્લેટફોર્મ પર.
ટીવી ચેનલનો સ્ક્રીન શોટ ફરતો કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી સરકારે 15 દિવસ નું લોકડાઉન લાદી દીધું છે.સોશિયલ મીડિયા પર ફરતા મેસેજમાં લખાયું છે કે,’સરકાર કા બડા ફેસલા : 15 દિન કા લગેગા લોકડાઉન’મોદી સરકાર વતી. આ દેશ માટે મહત્ત્વનું સમાચાર છે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ ફેકટ ટેક ટ્વીટર હેન્ડલ દ્વારા આ સમાચાર ફેકટ એટલે કે ખોટા જણાવવામાં આવ્યા છે. પિઆઈબી ફેકટ ચેક દ્વારા ટ્વીટ કરીને કહેવાયું છે.
કે, સોશિયલ મીડિયા પર એક ફોટામાં દાવો કરાઈ રહ્યો છે કે, કેન્દ્ર સરકારે દેશભરમાં 15 દિવસના લોકડાઉન જાહેરાત કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!