આતો કમાભાઈની એન્ટ્રી છે હો બાકી..! આ વખતે તો કમાભાઈ ડાયરામાં કરી કંઈક અલગ જ એન્ટ્રી, સ્ટેજ પર ચડતા પહેલા કંઈક એવું કર્યું કે…જુઓ વિડિયો

તમે બધા તો કિર્તીદાન ગઢવીના ડાયરામાંથી રાતોરાત દેશ વિદેશમાં ફેમસ થયેલા કમાભાઈને તો જરૂર ઓળખતા હશો. કમાભાઈના ચાહકો દિવસેને દિવસે વધી રહ્યા છે. ડાયરામાં કિર્તીદાન ગઢવી “તારો રસીયો રૂપાળો રંગ રેલીયો” ગીત ગાય છે અને આ ગીત પર કમાભાઈ મન મૂકીને ડાન્સ કરે છે.

બસ ત્યારબાદ તો કમાભાઈના ભાગ્ય જ ખુલી ગયા અને તેમનો આ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ ગયો. વિડીયો વાયરલ થયા બાદ તો કમાભાઈ ગુજરાતી સેલિબ્રિટીઓ કરતા પણ વધારે ફેમસ થઈ ગયા. જે કમાને એક સમયે સ્ટેજ ઉપર ચડવા ન દેતા હતા આજે તે કમાને સામેથી જ લોકો સ્ટેજ પર બોલાવવા લાગ્યા.

તમે સોશિયલ મીડિયા પર કમાણા ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર કમાની જોરદાર એન્ટ્રીના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. થોડા દિવસ પહેલા કમાના બે ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં કમાભાઈ પોતાના પિતા સાથે એક હેલિકોપ્ટરમાં બેસેલા જોવા મળ્યા હતા.

ત્યારે હાલમાં એક ડાયરામાં કમાભાઈ કરેલી જોરદાર એન્ટ્રીનો વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વખતે કમાભાઈ ડાયરામાં કંઈક અલગ જ પ્રકારની એન્ટ્રી કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જે કમો ડાયરામાં હાજર લોકોની વચ્ચેથી દોડીને જોરદાર એન્ટ્રી કરે છે.

કમાને દોડતો જોઈને ત્યાં હાજર તમામ લોકો હુંડિયો મચાવે છે. દોડતા-દોડતા કમાભાઈ સ્ટેજ પાસે પહોંચે છે અને સ્ટેજ પર ચડતા પહેલા પોતાના બુટ કાઢીને સરખી રીતે સાચવીને મૂકી દે છે. ત્યાર પછી સ્ટેજ પર બેઠેલા હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટાળા કમાના વખાણ કરે છે.

જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર sadhu_films_kalvad નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે અને લાખો લોકોએ વીડિયોને લાઈક પણ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*