મધ્ય ગુજરાતમાં દિવસ પર ઉકળાટ બાદ અડધી રાતે મેઘરાજાનું આગમન થયું હતું. મધ્ય ગુજરાતમાં મોડી રાતે પ્રચંડ વાવાઝોડા અને ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વડોદરા,નડિયાદ,આણંદ, અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. છેલ્લા બે મહિનાથી સતત વરસાદ પડવાના કારણે રાજ્યમાં અમુક જગ્યાએ પૂરની સંભાવના અને સાથે સાથે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.
વડોદરા શહેરમાં ધોધમાર વરસાદને પગલે માંડવી રોડ, દાંડિયા બજાર, રાવપુરા રોડ, ગેંડીગેટ રોડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદને પગલે સ્ટેશન ગરનાળામાં પાણી ભરાઇ ગયા હતા. પરિણામે અલકાપુરી તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
વાવાઝોડા અને ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. વાવાઝોડું અને વીજળીના કડાકા સાથે આવી શકે છે ભારે વરસાદ.
આ સાથે અનેક વિસ્તારોમાં વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા. તારે વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ મોટું નુકસાન થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!