હવામાન વિભાગ જણાવ્યા મુજબ ગુજરાતમાં આ વખતે નવરાત્રીના પહેલા નોરતે એટલે કે આવતીકાલથી ચોમાસુ વિદાય લઇ શકે છે.નેરૂત્યનું ચોમાસુ ગુરુવારથી ગુજરાતમાં તબક્કાવાર વિદાય લેવાનું શરૂ કરી દેશે.ગુજરાતમાં આ વખતે જુલાઈ અને ઓગસ્ટમાં ઓછો વરસાદ થયો પરંતુ સપ્ટેમ્બરમાં સારો વરસાદ થતાં રાજ્યમાં ચોમાસાની ઘટ નહીં રહે.
આ વખતે ગુજરાતમાં ચોમાસા દરમ્યાન 31.44 ઇંચ સાથે મોસમનો સરેરાશ 95 ટકા વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.અમદાવાદ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ થઇ શકે છે.
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થતાં મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ ઘટ 15 ટકા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ કરતા 24 ટકા વધુ વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાયનો પ્રારંભ થતો હોય છે પરંતુ આ વખતે ચોમાસાની વિદાય 7 ઓક્ટોબરના રોજ થવા જઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment