દિવાળી નજીક આવતા ફરી એકવાર રસોઈ ગેસ સિલિન્ડર થયો મોંઘો, અમુક શહેરોમાં 1000 રૂપિયાની નજીક પહોંચ્યા ભાવ

28

નોન સબસીડી વાળા એલપીજી સિલિન્ડર ની કિંમતમાં બુધવારે એટલે કે 6 ઓક્ટોબરે ફરી એકવાર વધારો કરાયો છે.આ પહેલા 1 ઓક્ટોબરે ફકત 19 કિલો વાળા કોમર્શિયલ સિલિન્ડરોના ભાવ વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હી મુંબઈ માં નોન સબસીડીવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડર ની કિંમત 884.50 રૂપિયા થઈ ગઈ છે.

એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત માં 15₹ નો વધારો થયો છે.1 ઓક્ટોબરે કોઈ વધારો થયો ન હતો ત્યારે એક સપ્ટેમ્બરે 14.2 કિલોગ્રામના સબસિડી વગરના રસોઈ ગેસ સિલિન્ડર ના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો હતો. આ પહેલા પેટ્રોલિયમ કંપનીઓ 18 ઓગસ્ટ ગેસ સિલિન્ડરની કિંમત 25 નો વધારો થયો હતો.

ગત એક વર્ષમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર ની કિંમત દિલ્હીમાં 305.50 રૂપિયા વધી ચૂકી છે જ્યારે હવે સબસીડી પણ નથી આવી રહી.નોંધનીય છે કે જુલાઈ અને ઓગસ્ટમાં ભાવ વધ્યા હતા. મે મહિના તથા જૂનમાં ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.એપ્રિલ માં એલપીજીના ભાવમાં 10 રૂપિયાનો કાપ મૂકવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!