કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ, ખેડૂતો ની દશા વધારે બગડી

રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. રવિવારે રાજ્યના 141 તાલુકામાં 1થી9 ઇંચ સુધીનો વરસાદ પડયો છે. જ્યારે 60 તાલુકામાં અડધા ઇંચથી પણ વધુ વરસાદ પડયો છે. જેના કારણે જંગલમાંથી નિકળતી તમામ નદીઓમાં ઘોડાપુર આવતા કિનારા પરના ગામડાઓમાં પાણી ઘુસી ગયા છે.

નર્મદા ડેમમાંથી 10.15 લાખ ક્યુસેક પાણી છોડાતા 12 ગામો એલર્ટ કરાયા છે. કડાણા ડેમમાંથી 4.27 લાખ ક્યૂસેક પાણી છોડાતા મહી નદી છલોછલ વહી રહી છે. સુરત ,વડોદરા, પંચમહાલ, વલસાડમાં પણ આખો દિવસ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.

કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાના કારણે ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 113 ટકાથી પણ વધારે વરસાદ વરસ્યો છે.જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ત્યાં 150 ટકા વરસાદ વરસ્યો છે અને કચ્છમાં 250 ટકા વરસાદ વરસ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*