ગુજરાત રાજ્યમાં મુશળધાર વરસાદી માહોલ, રાજ્યમાં આ તારીખે આટલા વિસ્તારમાં વરસાદની આગાહી.

ગુજરાત રાજ્યમાં ઘણા સમયથી ચોમાસાનું આગમન થઇ ગયું છે. અને ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો વરસાદ પણ પડ્યો છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં એકવાર ધોધમાર વરસાદ પડ્યા બાદ વરસાદી માહોલ ખુબ જ ઓછો થઈ ગયો છે એવામાં ફરી એક વખત હવામાન વિભાગે કરી મોટી આગાહી.

આ વર્ષે ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન ધોધમાર વરસાદ સાથે થયું પરંતુ થોડાક દિવસોમાં વરસાદનું જોર ધીમું થઇ ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 14 જૂન સુધીમાં 25 mmને બદલે 12mm જ વરસાદ થયો છે.

એવામાં હવામાન વિભાગે રાજ્યમાં ફરીથી વરસાદને લઈને કરી મોટી આગાહી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 16 થી 18 જૂન સુધી દરિયાઈ વિભાગમાં આગાહી મુજબ સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે.

આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં અમદાવાદ શહેરમાં વરસાદનું વાતાવરણ રહેશે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત વગેરેમાં વરસાદની આગાહી છે.

ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડે તેવી આગાહી. સૌરાષ્ટ્રના પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં સામાન્ય વરસાદની આગાહી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*