શું આમ આદમી પાર્ટીમાં જોડાશે હાર્દિક પટેલ? ફેસબુક પોસ્ટ દ્વારા આપ્યું નિવેદન.

Published on: 9:34 am, Tue, 15 June 21

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીયમાં હલચલ મચી ગઈ છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને જબરદસ્ત તૈયારી કરી રહી છે અને ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા.

અને તેમણે દાવો કર્યો કે આગામી સમયમાં આમ આદમી પાર્ટીએ ગુજરાત નો મોટો મોકલ બનીને સામે આવશે. કેટલાય મીડિયા અહેવાલ અનુસાર હાર્દિક પટેલ ને લઈને મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યો હતા તેની સ્પષ્ટતા હાર્દિક પટેલ પોતે એક ફેસબુક પોસ્ટ કરીને કરી છે.

છેલ્લા ઘણા દિવસોથી અહેવાલ અનુસાર એવા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ગમે ત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીના પાટીદાર નેતા તરીકે સામે આવે તેવો દાવો હતો.

ત્યારે હાર્દિક પટેલે ફેસબુક પોસ્ટ દ્વારા આ તમામ દાવાઓનો જવાબ આપ્યા. હાર્દિક પટેલે કહ્યુ કે કોંગ્રેસના પક્ષ કાર્યકર્તાઓ વચ્ચે ઘણી મૂંઝવણ પેદા કરવા માટે જુદા જુદા માધ્યમથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ફેક ન્યુઝ ફેલાવવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત હાર્દિક પટેલે કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી ભારતમાં 130 વર્ષથી છે અને ૧૩૦ વર્ષના ઇતિહાસમાં હું સૌપ્રથમ યુવાન પ્રદેશ અધ્યક્ષ છું.

આ ઉપરાંત હાર્દિક પટેલે એમ પણ કહ્યું કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બનશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં દેશના યુવાનોને તક આપવામાં આવે છે અને તેનું એક મહત્તમ ઉદાહરણ હું છું આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ભાજપનો કોઈપણ વિકલ્પ નથી.

તે બાબતે હાર્દિક પટેલે કહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીજ ભારતીય જનતા પાર્ટીનો વિકલ્પ બનશે અને પૂર્ણ બહુમતી સાથે આગામી વિધાનસભામાં સરકાર બનાવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું આમ આદમી પાર્ટીમાં જોડાશે હાર્દિક પટેલ? ફેસબુક પોસ્ટ દ્વારા આપ્યું નિવેદન."

Leave a comment

Your email address will not be published.


*