દેશમાં ગઈકાલે અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તેમાં તમિલનાડુ, પોંડિચેરી અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદના કારણે ખૂબ જ કપરી પરિસ્થિતિ સર્જાય છે. અનેક જગ્યા ઉપર રસ્તાઓ અને ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદના કારણે મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે.
તેના કારણે લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ટીમ અને એરફોર્સ દ્વારા અનેક વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરી દીધું છે. મળતી માહિતી અનુસાર આંધ્રપ્રદેશના અનંતપુરમાં બે દિવસ ભારે વરસાદ પડયો હોવાના કારણે ચિત્રાવતી નદીમાં પુર આવ્યું છે.
નદીના ભારે પ્રવાહમાં 10 લોકો પાણી ની વચોવચ ફસાઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાને લઇને સ્થાનિક ધારાસભ્ય પ્રકાશ રેડ્ડીએ આ ઘટનાની જાણ મુખ્યમંત્રીને જણાવી હતી.
ત્યારબાદ સેનાના હેલિકોપ્ટર દ્વારા પાણીમાં ફસાયેલા લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 17 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 100થી પણ વધારે લોકો લાપતા છે.
મળતી માહિતી અનુસાર અન્નામય્યા ડેમ તૂટયા બાદ 20 જેટલા ગામોમાં પૂરનાં પાણીમાં અનેક લોકો તણાયા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 8 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. અને હજુ પણ 12 લોકો લાપતા છે.
મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ તમિલનાડુમાં ભારે વરસાદમાં એક મકાન ધરાશાયી થયું હતું. તેમાં 4 બાળકો અને 4 મહિલાઓના મૃત્યુ થયા હતા. આ ઘટનાને લઇને મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment