માવઠા એ ખેડૂતોની મુશ્કેલી વધારી છે ત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 24 કલાક ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે.
ઉત્તર-મધ્ય ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ રહેશે તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા સેવાઇ રહી છે.અંબાલાલ પટેલે 48 કલાકમાં રાજ્યમાં ધીરે-ધીરે વરસાદનું જોર ઘટશે તેવુ પણ જણાવ્યું છે અને નવેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં
હવાનું હળવું દબાણ સર્જાશે તેવી આગાહી કરતા આ વર્ષે શિયાળામાં કાતિલ ઠંડી અનુભવાશે અને સાથે જ 1 અને 2 ડિસેમ્બરે ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેમ જણાવ્યું છે.છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 60 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડયો છે.
જેમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ વલસાડ જિલ્લામાં ખાબક્યો છે. જ્યારે પાલનપુરમાં 3 ઇંચ, દાંતામાં 2.5 ઇંચ, વડગામમાં 2.3 ઇંચ, સુરતમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!