આપણે સૌ જાણીએ છીએ કે માતા પિતાને પોતાનું બાળક એટલું જ વહાલો હોય છે કે તેનાથી થોડોક સમય પણ દૂર રહી શકતા નથી અને બાળકો પણ પોતાના માતા-પિતા ના દરેક સપના પુરા કરવા માટે મહેનત પણ કરતાં હોય છે. એવામાં ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે કે જેમાં બાળક પોતાના પગભર થવા માટે કોઈ પણ રીતે મહેનત કરતા હોય છે.
આજે અમે તમને એક બાળક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે બાળક વિકલાંગ છે. આ બાળક વિકલાંગ હોવા છતાં પોતાના સપના પુરા કરવા માટે મક્કમ રહ્યો છે અને રોજ બે કિલોમીટર એક પગે ચાલીને પોતાની શાળાએ જાય છે. તેથી આ બાળકના માતા-પિતા ખુબ જ ચિંતામાં આવી ગયા હતા.
જણાવીશ તો 14 વર્ષીય બાળક કે જેનું નામ પરવેઝ. હાલ જમ્મુ-કાશ્મીરના હંદવાડા ના ગામમાં રહે છે અને દરરોજ વિકલાંગ હોવા છતાં પોતાની શાળા એ એક પગે ચાલીને પણ જાય છે. આ બાળકને સરકાર દ્વારા વિલચેર પણ આપવામાં આવી છે.
આ બાળકની સર્જરી માટે ડોક્ટર દ્વારા પણ ત્રણ લાખનો ખર્ચ થશે એવું કહેવામાં આવ્યું હતું. તેથી તેમના પિતા પાસે એટલા પણ પૈસા નહોતા કે તેના બાળકની સારવાર કરાવી શકે. કહેવાય છે ને કે માતા-પિતા પોતાનું બાળક કોઈ પણ મુશ્કેલીમાં હોય છે, ત્યારે તેઓ પણ ચિંતિત થઇ જતા હોય છે.
એવામાં જ આ બાળક સારી રીતે ચાલી શકે આ બાળકના પિતા ઇચ્છી રહ્યા છે. આ વિકલાંગ બાળકના પિતા પોતાના બાળકની વેદના સમજીને આજે સરકાર પાસે અપીલો કરી રહ્યા છે.એટલું જ નહીં પરંતુ તે બાળક ગામના રસ્તા ખરાબ હોવાથી તેનો ઉપયોગ કરી શકતો નથી.
આટલી ખરાબ વેદના હોવા છતાં તે શાળાએ ભણવા માટે જાય છે પરંતુ માતા-પિતાને ચિંતા હોય છે, ત્યારે કોઈ પણ પિતા પોતાના દીકરાનું દુઃખ સહન કરી શકતા નથી. એવું જ આ વિકલાંગ બાળક કે જેનું દુઃખ તેના પિતાથી સહન થતું નથી અને સરકાર પાસે અપીલો કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment