વડોદરામાં મોડી રાત્રે અચાનક જ હાર્ટ એટેક આવતા 23 વર્ષના યુવકનું કરુણ મોત… પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો….

ગુજરાતમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે શનિવારના રોજ રાત્રિના સમયે બનેલી વધુ એક તેવી જ ઘટના પાલનપુરમાંથી સામે આવી રહી છે. પાલનપુર એરોમા સર્કલે શનિવારના રોજ રાત્રે 12:30 વાગ્યાની આસપાસ ગાડીમાં નાસ્તો વેચતા 23 વર્ષના યુવકને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો.

પછી આસપાસના લોકો યુવકની નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ ત્યાં સારવાર મળે તે પહેલા તો યુવકનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો છે.

આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ નમનકુમાર વિમલભાઈ સિસોદિયા હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી. નમન કુમાર સ્વાગત સિટીમાં પોતાના પરિવારજનો સાથે રહેતો હતો. નમન ગાડીમાં નાસ્તાનો સ્ટોવલ બનાવીને એરોમા સર્કલ નજીક વેપાર કરતો હતો.

દરરોજની જેમ શનિવારના રોજ રાત્રે તે પોતાની નાસ્તાની ગાડી લઈને અહીં પહોંચ્યો હતો. ત્યારે રાત્રે લગભગ 12:30 વાગ્યાની આસપાસ અચાનક જ નમન ને હાર્ટ એટેક આવ્યો હતો. એટલે તે ત્યાં જ ઢળી પડ્યો હતો. ત્યારબાદ આસપાસ ઉભેલા લોકો ત્યાં દોડી આવ્યા હતા.

પછી નમનને ઉપાડીને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં નમનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. માત્ર 23 વર્ષના દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારની ખુશીઓમાં માતમ છવાઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*