બુલેટનો અવાજ સાંભળીને ભડકેલી ભેંસે બુલેટ ચાલકને જોરદાર ટક્કર લગાવી, ત્યાર પછી થયું એવું કે…વીડિયો જોઈને રુવાટા ઉભા થઈ જશે…

Published on: 12:21 pm, Wed, 21 September 22

દેશમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણી ગંભીર અકસ્માતની ઘટનાના વિડીયો જોતા હશો. ત્યારે હાલમાં બનેલી કે ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

આ અકસ્માતની ઘટનાનો વિડીયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. મિત્રો તમે ઘણી વખત એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં બુલેટના સાઇલેન્સરમાંથી આવતા અવાજના કારણે રસ્તા પરથી પસાર થતા કેટલાક પશુઓ અવાજ સાંભળીને ઉશ્કેરાઈ જતા હોય છે.

અને જેના કારણે ઘણી વખત ગંભીર અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે શાહજહાપુરમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવક બુલેટ લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલી ભેંસ બુલેટનો અવાજ સાંભળીને ભડકી ગઈ હતી.

જેના કારણે ભડકેલી ભેંસે બુલેટ ચાલકને જોરદાર ટક્કર લગાવી હતી. આ કારણોસર બુલેટ યુવકનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, એક મહિલા ભેંસ લઈને રસ્તા પરથી પસાર થતી જોવા મળી રહે છે.

આ દરમિયાન સામેથી એક યુવક બુલેટ લઈને આવે છે. બુલેટનો અવાજ સાંભળીને ભેંસ ઉશ્કેરાઈ ગઈ હતી અને ઉપાડ ઝડપે આવતા બુલેટ ચાલકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બુલેટ ચાલક 10 ફૂટ સુધી દૂર જઈને પડ્યો હતો અને બુલેટ આગળ એક ઘરની દીવાલ સાથે અથડાઈને જમીન પર પડ્યું હતું.

આ ઘટનામાં બુલેટ ચાલકનો માંડ માંડ જીવ બચ્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બુલેટનો અવાજ સાંભળીને ભડકેલી ભેંસે બુલેટ ચાલકને જોરદાર ટક્કર લગાવી, ત્યાર પછી થયું એવું કે…વીડિયો જોઈને રુવાટા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*