ગુજરાત રાજ્યનો પોઝિટિવ કેસ ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મહત્વની વાત છે કે ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી આ બંને ની વચ્ચે 300 થી 350 પોઝિટિવ કેસો આવતા હતા પરંતુ હાલ રાજ્યમાં 4000 પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે.
ચૂંટણી કેટલાક નેતાઓ દ્વારા કોરોના માર્ગદર્શિકાનું ખુલ્લેઆમ ભંગ કરીને મોટી મોટી રેલીઓ કરવામાં આવી હતી,સભાઓ સંબોધવામાં આવી હતી અને હજારો લોકોને એકઠા કરવામાં આવ્યા હતા.
પરંતુ આ તમામ જગ્યાએ ચૂંટણી પ્રચાર વચ્ચે સામાજિક અંતર અને માસ્ક ના નિયમોનો ભંગ થયો હતો.રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે.
ચૂંટણીપંચ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો હતો કે ચૂંટણી કરવાની છે.ચૂંટણી પંચ નો આદેશ હતો એટલે જ ચૂંટણી કરવામાં આવી છે.હા હું માનું છું કે ચૂંટણીઓની રેલીઓ અને સભામાં જે સામાજિક અંતર નું પાલન થવું જોઈએ તે નથી થયું.
ચૂંટણી માં આ થઈ શક્યું નથી તેનો અસ્વીકાર કરીએ છીએ.અમે ચૂંટણીઓ કરી છે અમે રેલીમાં ગયા છીએ પરંતુ લોકોએ લગ્ન નથી કર્યા?અમારી વધારે જવાબદારી છે અમે સતામાં છીએ અને પ્રતિનિધિ છીએ.
એટલે પરંતુ ક્યાંકને ક્યાંક આપણે બધાએ નાના મોટી ભૂલો કરી છે.ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગઈકાલે મોતનો આંકડો 35 પર પહોંચ્યો છે તો સાથે કોરોનાની કેસની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળ્યો છે.
રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોના ના 4021 કેસ નોંધાયા છે અને 2197 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,07,346 દર્દીઓ કોરોના મુક્ત થયા છે તો આજે 35 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment