મહારાષ્ટ્ર માં લોકડાઉન ને લઈને સૌથી મોટા સમાચાર, જાણો.

132

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે. મહામારી ને નિયંત્રણમાં લેવા મુદ્દે સર્વદળીય બેઠક બોલાવામાં આવી છે જેમાં લોકડાઉન લગાવવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે ત્યારે ઠાકરે સરકાર ના જ એક મંત્રીએ લોકડાઉન ની માંગ ઉચ્ચારી છે.

રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી વિજય વડેટ્ટિવારે મહારાષ્ટ્ર માં સંપૂર્ણ લોકડાઉન ને સમર્થન કર્યું હતું.તેમણે કહ્યુ કે,પહેલો વિકલ્પ આ ચેન ને તોડવાનો છે. બીજો ભીડથી બચવાનું છે અને ત્રીજો વિકલ્પ લોકો પોતે ચેતીને ચાલે છે.

જો આપને ચેન તોડવી છે તો અડધી દુકાનો અને સંસ્થાઓ ખુલ્લી રાખવી સંભવ નથી. વિપક્ષે સોમવારે દુકાનો ખુલ્લી રાખવા નો પક્ષ લીધો છે. મંત્રી વિજય વડેટ્ટીવારે કહ્યુ કે.

આજે મેં રાજ્યમાં ત્રણ અઠવાડિયા સુધી લોકડાઉન લાદવામાં આવે તેવું સૂચન કર્યું છે.હાલ આપણી પાસે વિકેન્ડ લોકડાઉન છે પરંતુ તેમ છતાં શાક માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.

ઘરમાં શાકભાજી અને કરિયાણા નો સામાન પહોંચાડવાની વ્યવસ્થા હોવી જોઈએ.મે મારી વાત રજૂ કરી છે અને મને લાગે છે કે,સરકાર ઝડપ થી કોઈ નિર્ણય લેશે.

સમગ્ર દેશમાં જેટલા નવા કોરોના માં દર્દીઓ આવી રહ્યા છે તેના 50 ટકા કેસ મહારાષ્ટ્ર માં છે. છત્તીસગઢમાં 50 ટકા કેસ રાયપુર અને દુગમાંથી છે.

ગુજરાત માં 55 ટકા કેસ અમદાવાદ, સુરત અને વડોદરા થી આવી રહ્યા છે. મધ્યપ્રદેશમાં 42 ટકા કેસ માત્ર ભોપાલ અને ઈન્દોર માં છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!