ગાંધીનગર ની ચૂંટણી મુલતવી રાખવા રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી એ જાણો કોને લખ્યો પત્ર ?

Published on: 9:12 am, Sat, 10 April 21

ગુજરાતની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાના કારણે હોવાનો આક્ષેપ થયા પછી દબાણ હેઠળ આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે ગાંધીનગર મહાનગરપાલિકાની 18મી એપ્રિલે યોજાનારી ચૂંટણી મોકૂફ રાખવાની વિનંતી કરતો પત્ર રાજયના ચૂંટણીપંચને લખ્યો છે.

તેઓએ કહ્યું હતું કે કોરોના ની બીજી લહેર માં ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી વિનંતી કરવામાં આવી છે. ચૂંટણી હોવાથી વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો.

અને કાર્યકરો ઉપરાંત સમર્થકો મોટી સંખ્યામાં પ્રચાર માટે ઉમટશે તેવી સંભાવનાને ધ્યાનમાં લઈને કોરોના સંક્રમણ અટકાવવા માટે આ પત્ર લખવામાં આવ્યો છે.

ચૂંટણી યોજાય તો ચૂંટણીની કામગીરીમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો અને અધિકારીઓએ જોડાવું પડે તેમ છે.તેથી કોરોના સંક્રમણ વધવાની સંભાવના છે.

આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચ વિશાળ જનહિતમાં ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય લે તેવી તેમણે વિનંતી કરી છે.

દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, કોરોના બેકાબૂ બની ગયો હોવાથી મુખ્યમંત્રી રૂપાણી ને પત્ર લખવાની ફરજ પડી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગાંધીનગર ની ચૂંટણી મુલતવી રાખવા રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી એ જાણો કોને લખ્યો પત્ર ?"

Leave a comment

Your email address will not be published.


*