હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. આ સોશિયલ મીડિયાના જમાનામાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે અમુક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જે સાંભળીને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં તેઓ જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટનામાં એક યુવકે પોતાના છૂટાછેડા થયા બાદ કંઈક એવું કર્યું કે કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. મિત્રો આ યુવકે છુટાછેડા થયા બાદ આખા ગામમાં પેંડા વેચ્યા હતા. આ કિસ્સો ગીર ગઢડા તાલુકાના નવા ઝાંખિયાવ ગામમાં બની હતી. આ યુવકનું નામ ભરતભાઈ છે. લગભગ એક વર્ષ પહેલા ભરતભાઈને છૂટાછેડા થયા હતા.
ત્યારે તેમને આખા ગામમાં પેંડા વેચ્યા હતા. ત્યારે હાલમાં થોડાક દિવસ પહેલા તેમના છૂટાછેડાના એક વર્ષ પૂર્ણ થયા બાદ ફરી એક વખત તેમને આખા ગામમાં પેંડા વેચ્યા હતા. મિત્રો આપણે દર વર્ષે જન્મદિવસની ઉજવણી કરીએ તેમ ભરતભાઈ પોતાના છૂટાછેડા ની ઉજવણી કરી છે. તેમનું આખું નામ ભરતભાઈ કોટડિયા છે.
તેમના લગ્ન 2018માં કોદીયા ગામની એક યુવતી સાથે હિન્દુ રીતે રિવાજ મુજબ થયા હતા. લગ્નના ત્રણ વર્ષ સુધી બંનેનો ઘર સંસાર ખૂબ જ સારી રીતે ચાલતો હતો. પરંતુ પછી બંને વચ્ચે માથાકૂટ વધવા લાગી તેથી ભરતભાઈએ છુટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. 2021માં ભરતભાઈ છૂટાછેડા લઈ લીધા હતા.
છૂટાછેડા કર્યા બાદ ભરતભાઈ એટલા ખુશ થયા કે તેમને આખા ગામમાં પેંડા વેચીને ઉજવણી કરી હતી. હાલમાં આ કિસાની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહે છે. ભરતભાઈ એક પાનનો ગલ્લો ચલાવે છે. તાજેતરમાં તેમના છૂટાછેડાના એક વર્ષ પૂર્ણ થયા તેથી તેમને ફરી એક વખત પેંડા વેચ્યા હતા.
મિત્રો તમને જણાવી દઈએ કે આ પથકમાં અમુક જગ્યાએ ડાયરાઓ થયા ત્યારે ડાયરામાં ભરતભાઈના છૂટાછેડાની વાતો થઈ હતી. ભરતભાઈ વાતચીત દરમિયાન જણાવ્યું કે, જો તેમને સારું પાત્ર મળશે તો તેઓ ફરી એક વખત લગ્ન કરશે અને એકવાર છૂટાછેડા થયા તો એમાં શું થયું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment