રોડ ક્રોસ કરી રહેલા હોટલના માલિકને બાઈક ચાલકે ઉડાડ્યો, હોટલ માલિકનું દર્દનાક મોત… જુઓ લાઈવ અકસ્માતનો વિડીયો…

Published on: 5:27 pm, Mon, 16 January 23

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક હોટલના માલિકનું મૃત્યુ થયું છે. હોટલના માલિક ચાલીને પોતાની હોટલ તરફ જઈ રહ્યા હતા.

આ દરમિયાન પાછળથી આવતી એક બાકી તેમને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે હોટલના માલિક અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ અકસ્માતની ઘટના બાડમેર જિલ્લાના ગુડામલાની અન્નપૂર્ણા આશ્રમ પાસે બની હતી. મૃત્યુ પામેલા હોટલના માલિકનું નામ પ્રકાશભાઈ ભારતી હતું અને તેમની ઉંમર 27 વર્ષની હતી. અકસ્માતની ઘટના 14 જાન્યુઆરીના રોજ બની હતી.

પ્રકાશભાઈ ગુડામલાણી સર્કલથી માન બજાર તરફ જતા રોડ ઉપર ઉભા હતા. આ દરમિયાન માનબજાર તરફથી આવતી બાઇકે તેમને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે પ્રકાશભાઈ ફંગોળાઈને દૂર જઈને પડ્યા હતા. આ ઘટનામાં તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા પ્રકાશભાઈને સારવાર માટે ગુડામલાણી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યાંથી તેમને સાંચોર હોસ્પિટલ અને પછી જોધપુર એમ્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પ્રકાશભાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિના પિતાની ફરિયાદના આધારે બાઈક ચાલકના વિરુદ્ધમાં કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા પ્રકાશભાઈના લગ્ન 2015 માં થયા હતા. પ્રકાશભાઈને સંતાનમાં એક છોકરો અને એક છોકરી છે. અકસ્માતના કારણે બંને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

પરિવારની સંપૂર્ણ જવાબદારી મૃત્યુ પામેલા પ્રકાશભાઈ પર હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે હોટલમાંથી ડિવાઇડર પાર કરીને સામાનની ડીલેવરી કરવા પ્રકાશભાઈ ગયા હતા. સામાન આપીને તેઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે પાછળથી આવી રહેલી બાઈકે તેમને જોરદાર ટક્કર લગાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રોડ ક્રોસ કરી રહેલા હોટલના માલિકને બાઈક ચાલકે ઉડાડ્યો, હોટલ માલિકનું દર્દનાક મોત… જુઓ લાઈવ અકસ્માતનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*