પાટીદાર યુવતીએ સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું કે, “સોરી પપ્પા, હું કોઈને મોઢું બતાવી…

Published on: 6:46 pm, Mon, 16 January 23

મિત્રો થોડાક દિવસ પહેલા ભાવનગરમાં એક ચોકાવનારી ઘટના બની હતી. મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં લુખ્ખા તત્વોથી કંટાળીને દીકરીઓ પોતાનો જીવ ટૂંકાવી લેતી હોય છે. ત્યારે ભાવનગરના ગારીયાધાર તાલુકામાં તેવી જ ઘટના બની હતી. જેમાં એક યુવાનના બ્લેકમેલથી કંટાળીને યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ ઘટનાની ચર્ચાઓ ચારે બાજુ હાલમાં ચાલી રહી છે. મૃત્યુ પામેલી યુવતીનું નામ રવિના દામજીભાઈ કાનાણી હતું અને તેની ઉંમર 27 વર્ષની હતી. દીકરીના પિતા દામજીભાઈ ગારીયાધાર તાલુકાના ઠાસા ગામે ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રવિનાએ રાત્રિના સમયે સુસાઇડ નોટ લખીને ઘરમાં સામાન રાખવાની રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂકાવ્યો હતો.

મૃત્યુ પહેલા રવિના એક સુસાઇડ નોટ લખી હતી જેમાં તેને લખ્યું હતું કે, હું રવિના કાનાણી લખું છું કે, હું સુસાઇડ કરું ઈ મારા ઘરના કોઈ દબાણથી નથી કરતી. સચિન વોરા મને ખૂબ જ હેરાન કરે છે, એ હિસાબે હું સુસાઇડ કરું છું. મને અને મારા ઘરનાને બ્લેકમેલ કરે છે. પહેલા મારે જે કાંઈ હતું એ મેં ના પાડી દીધી હતી.

મારે હવે તારી જોડે પૂરું પછી મને ફોટાથી બ્લેકમેલ કરતો અને ખૂબ જ ખરાબ ખરાબ મેસેજ કરતો અને ધમકીઓ આપતો. મને ન બોલવાનું બોલતો, પછી મારા ઘરના બધાને ખબર પડ્યા બાદ બે મહિનાથી બધાને સમજાવે છે. એના ઘરના પણ માનતા નથી અને બ્લેકમેલ કરે છે. રોજ મને મેસેજ કરે છે અને અમારા બંનેના ફોટાથી બ્લેકમેલ કરે છે. મારા ભાઈના ફોનમાં પણ ફોટા મોકલે છે.

આ બધું સચિન વોરા કરે છે અને એના લીધે હું સુસાઇડ કરું છું. એમાં મારા ઘરનો કોઈ પણ પ્રકારનો દોષ નથી. એને મારી જોડે આવું વર્તન કર્યું એટલે હું આ પગલું ભરી રહી છું. એના પપ્પા અને કેશુભાઈ બંને મને પૂછવા આવ્યા હતા કે તારે ઈચ્છા છે તો મેં ના પાડી હતી કે મારે લગ્ન કરવાની ઈચ્છા નથી. ત્યાર પછી મારા પપ્પાએ વારંવાર બધાને સમજાવ્યા તો પણ કોઈ સમજવા તૈયાર થતું નહીં.

સચિન ના લેપટોપ, પેન ડ્રાઈવ અને ફોન માં મારા વિડીયો રેકોર્ડિંગ અને ફોટા છે. આ બધી વસ્તુ બધાને મોકલીને મને બ્લેકમેલ કરે છે. આ બધું બીજું શેમાં હોય તે મને ખબર નથી. આ બધું મારી જુબાની છે આ બધું વસ્તુ મારા ગયા પછી મિટાવી દેજો એટલે મારા પરિવારના લોકોને કંઈ તકલીફ ન પડે. સોરી પપ્પા મને માફ કરજો હું આ પગલું તમને પૂછ્યા વગર ભરો છું. આ બ્લેકમેલથી હું કોઈને મોઢું નથી બતાવી શકતી. લી રવિના રામજીભાઈ કાનાણી 

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે સુસાઇડ નોટ ના આધારે આરોપી સચિન વોરાની ધરપકડ કરી લીધી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી ચાલુ છે અને હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આરોપી સાથે શું થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પાટીદાર યુવતીએ સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું કે, “સોરી પપ્પા, હું કોઈને મોઢું બતાવી…"

Leave a comment

Your email address will not be published.


*