હાલ જામનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં જોર સોર થી લગ્નની સિઝન ચાલી રહી છે. પરિવારના આંગણે લગ્ન હોય ત્યારે ખરીદી માટે લોકો કંકોત્રી આપતા હોય છે અને ત્યારે હજારો રૂપિયાની અનેક કંકોત્રીઓ બજારમાં મળે છે
ત્યારે અમુક વર્ગ આમંત્રણ પત્રિકા પણ બનાવાય છે. જે બીજની બની છે તેમાં પાણીનો છટકાવ કરવાથી તેમાંથી વૃક્ષ ઉગે છે.લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે યજમાન પરિવાર મહેનત કરતો હોય છે ત્યારે આવા મંગલ પ્રસન્ન ની યાદી રૂપે જામનગરમાં લવલી કાર્ડ દ્વારા 3500 રૂપિયા ની કિંમતની ખાસ કંકોત્રી બનાવાય છે.
આ કંકોત્રી આકર્ષક છે અને હિન્દુ ધર્મના મોટા ગણાતા દુંદાળા દેવ ગણેશજીની નાની મૂર્તિ મૂકવામાં આવી છે.સાથે સાથે ખાસ સ્ટોન અને હીરા પણ તેમાં મૂકવામાં આવે. મંદિરની કલાકૃતિ સમાન આ કંકોત્રી સગા સંબંધીઓ પણ પોતાના ઘરે કાયમી માટે રાખી શકે તેવી છે. જેમાં ઉપર વર વધુ અને પરિવારજનો ના નામ લખાયા છે.
આ કંકોત્રી નહિ પણ મંદિરે જ લાગે છે ને ખાસ યાદગીરી માટે બનાવાય છે.આ કંકોત્રી ઓપન કરતા જ ઉપરના ભાગે અરીસો જોવા મળે છે તેમાં બે કાર્ડ બે ઝાર પણ હોઈ શકે છે. આ સિવાય કસ્ટમરના કેવા પ્રમાણે આ વેવાઈ કંકોત્રી મોડીફાઇ કરી શકાય છે. વેવાઈ કંકોત્રી ની કિંમત 800 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીમાં હોઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment