ગુરૂવારના રોજ વહેલી સવારે બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં વહેલી સવારે સ્કોર્પિયો કાર અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક જટકામાં 5 લોકોના મોત થયા હતા. જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી અનુસાર તમામ લોકો લગ્ન પ્રસંગમાંથી ઘરે જતા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના બાંદામાંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ બની હતી. ગંભીર અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા 6 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે લોકોની હાલત વધુ ગંભીર છે તેવું જાણવા મળી રહ્યું છે. જ્યારે અકસ્માતની ઘટનામાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે પહોંચે આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ઓવરટેક કરવાના પ્રયાસમાં સ્કોર્પિયો કારે બોલેરોને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, કારમાં બેઠેલા તમામ લોકો દારૂના નશામાં હતા. નશાની હાલતમાં ઓવરટેક કરવાના પ્રયાસમાં આ ગંભીર અકસ્માતની ઘટના બની છે. ટક્કર એટલી જોરદાર હતી કે બંને કાર રોડની બાજુના ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. ઘટના બનતા જ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા.
ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, ગામમાંથી એક મિત્રની જાન ચિત્રકૂટના રાજપુરમાં ગઈ હતી. રાત્રે બધા લોકો જાનમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. સવારના 04:00 વાગી ગયા ત્યારે કારની અંદર બેઠેલા લોકો સૂઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં પાછળથી આવતી સ્કોર્પિયો કારે બોલેરોને જોરદાર ટક્કર લગાવી હતી.
કારમાં બેઠેલા લોકોને કાંઈ ખબર પડે તે પહેલા તો બંને વાહન રોડની બાજુના ખાડામાં પલટી ખાઈ ગયા હતા. અને આ ઘટનામાં અમારા સાથીઓના ઘટના સ્થળે મોત થયા હતા. આ ગંભીર અકસ્માતની ઘટનામાં કુલદીપ, છોટુ, કલ્લુ, ઉમેશ અને 30 વર્ષના અતુલ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવાર ઉપર આ તૂટી પડ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment