કોરોના ના કેસો વધતા શું 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણ ભારત બંધ નું કરવામાં આવ્યું છે એલાન?જાણો વિગતે

હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે અને મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકાર 31 ડિસેમ્બર સુધી ભારત બંધનું એલાન કર્યું છે. આ મેસેજ વાંચીને કેટલા લોકો પૂછી રહ્યા છે કે આખરે શું કારણ છે કે સરકાર 31 ડિસેમ્બર સુધી ભારત બંધનું એલાન કરી રહી છે.

જો તમે પણ આવો મેસેજ જોયો છે અને તેના પર વિશ્વાસ કરી રહ્યા છો તો તે સંપૂર્ણ રીતે ફેક છે.આ મેસેજ પર બિલકુલ વિશ્વાસ ન કરતા.

પીઆઇબી ફેકટ ચેકે ટ્વીટર પર આ માહિતી આપી છે.PIB ફેકટ ચેકે ટ્વીટર કરીને કહ્યુ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી નકલી તસવીરમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 31 ડિસેમ્બર સુધી ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.

તેમને કહ્યુ કે કેન્દ્ર સરકારે લોકડાઉન ને લઈને આવું કોઈ એલાન કરવામાં આવ્યું નથી.તેમનું કહેવું છે કે મહેરબાની કરીને આવી ખોટી તસવીરો કે મેસેજ આગળ શેર કરશો નહિ.તેથી જો તમે પણ વોટસએપ અથવા અન્ય કોઈ મેસેજીંગ એપ અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી તસવીર જુઓ છો તો તેનાથી સાવચેત રહો.

અમુક તોફાની લોકો દ્વારા અફવાઓ અથવા નકલી સમાચાર ફેલાવવાની રીત છે.તેથી આપણે આ બાબતે સાવચેત રહેવાની જરૂર છે.જો આવો કોઈ મેસેજ તમારી સામે આવી રહ્યો હોય તો આવ્યો હોય તો તેને આગળ શેર કરશો નહીં. જેના કારણે લોકોમાં ફેક ન્યુઝ ફેલાઇ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*