અમરેલી અને સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતો પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા છે ત્યારે લગભગ તમને બધાને જાણીને નવાઈ લાગશે કે પશુપાલનના વ્યવસાયમાંથી લાખો રૂપિયાની કમાણી થઈ શકે છે.
અમરેલી જિલ્લાના બગસરા ગામમાં પશુપાલક હર્ષદભાઈ વીરજીભાઈ હિરાણી રોજનું સાડા બાવીસ હજાર રૂપિયાનું દૂધ ઉત્પાદન કરીને મહિને લાખો રૂપિયાની નેટ કમાણી કરે છે. તેઓની ઉંમર લગભગ 35 વર્ષની આજુબાજુ છે ને તેઓએ માત્ર દસ ચોપડી અભ્યાસ કર્યો છે.
વર્ષ 2017માં તેમની પાસે 35 ભેસો સાથે તેઓએ આ સુંદર મજાનો પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો અને આજે તેમની પાસે 150 થી વધારે નાના મોટા પશુઓ છે અને મેં તમને પહેલા પણ કીધું ને ત્યારે પણ કહી રહ્યો છું કે તેઓ હાલમાં લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
તેઓ જાફરાબાદી ભેંસ અને ગાય થકી દૂધ ઉત્પાદન કરી રહ્યા છે અને અમરેલી જિલ્લાના બગસરા ગામે હર્ષદભાઈ પોતાની વાડીએ તબેલો બનાવ્યો છે અને આ તબેલા માંથી રોજનું સાડી ત્રણસો લીટર દૂધનું ઉત્પાદન મેળવી રહ્યા છે અને એક લીટરનો 65 થી 70 રૂપિયા ભાવ પણ મેળવી રહ્યા છે
જેથી એક દિવસનું 22 હજાર રૂપિયા ઉપરનું દૂધ ઉત્પાદન થાય છે. હર્ષદભાઈ કહે છે કે પશુપાલન વ્યવસાયમાં 50% નફો છે અને મોટાભાગના લોકો હવે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે અને વ્યવસાય સારો એવો છે જેથી વાર્ષિક મારે સારી એવી કમાણી થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment