સાવ નાની એવી ઉંમરે ઘણા બધા ભજન ગાનાર હરી ભરવાડનો જન્મ ગુજરાતના આ ગામમાં થયો હતો, અત્યારે હરી ભરવાડ કરી રહ્યા છે એવું કામ કે તમે પણ…

Published on: 3:18 pm, Wed, 12 October 22

ગુજરાતી ગાયક કલાકારો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ હવે દેશ વિદેશમાં પણ ફેમસ બની ગયા છે. ગુજરાતના ઘણા બધા કલાકારો એવા છે. જે ખૂબ જ નાની ઉંમરે સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા છે. ત્યારે આજે આપણે એવા જ એક કલાકાર વિશે વાત કરવાના છીએ. જેઓ એ ખૂબ જ નાની ઉંમરમાં ઢગલાબંધ ભજન ગાયા હતા. આ નાનકડા એવા કલાકારનું નામ હરી ભરવાડ છે.

હરી ભરવાડ ખૂબ જ નાની ઉંમરમાં સંગીત ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી ગયો હતો. બાળપણમાં જોયેલા હરી ભરવાડને આજે પહેલી વખત જોશો તો તમે તેને ઓળખશો પણ નહીં. નાની ઉંમરમાં જ હરી ભરવાડ ભજનીક બની ગયો હતો અને અત્યારે સમગ્ર દેશ-વિદેશમાં તેમના ચાહકો છે. હરી ભરવાડને ગુજરાતના મોટેભાગના લોકો ઓળખતા જ હશે.

પરંતુ આજના સમયમાં બાળકમાંથી પુખ્ત બનેલા હરી ભરવાડનો ચહેરો અલગ જ જોવા મળી રહ્યો છે. હરી ભરવાડે ભજનની દુનિયામાં પ્રવેશ કર્યો ત્યારનો ચહેરો અને આજનો ચહેરો ખૂબ જ અલગ છે. આજે હરી ભરવાડ બૉલીવુડના હીરા કરતાં પણ સ્માર્ટ દેખાય છે. હરી ભરવાડના જીવન વિશે વાત કરીએ તો, હરી ભરવાડ નો જન્મ ગુજરાતની અંદર આવેલા નડિયાદ જિલ્લાના છપરી ગામે 12 ઓગસ્ટ 1995 ના રોજ થયો હતો.

હરી ભરવાડના માતાનું નામ મનુબેન હતું અને પિતાનું નામ કુકાભાઈ હતું. હરી ભરવાડના એક ભાઈ શિક્ષક છે. હરી ભરવાડ ની સફળતા પાછળ તેમના ભાઈનો ખૂબ જ મોટો હાથ છે. હરી ભરવાડને સંગીત ક્ષેત્રમાં આગળ વધારવામાં સૌથી મોટો હાથ તેમના કાકાનો છે. હરી ભરવાડને પોતાના કાકા પાસેથી સંગીત અને ભજન વિશે ખૂબ જ સારી માહિતી મળી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે હરી ભરવાડના મધુર અવાજના કારણે તેમના કાકાએ તેમને ભજન ગાતા શીખવાડ્યું હતું. હરી ભરવાડના અભ્યાસની વાત કરીએ તો તેઓએ ગામમાં 12મા ધોરણ સુધી પ્રાથમિક અભ્યાસ મેળવ્યો હતો. જ્યારે તેઓ ભણતા હતા ત્યારે શાળામાં પ્રાર્થના અને ગીત ગાતા હતા. એટલું જ નહીં પરંતુ શાળાના શિક્ષકો દ્વારા પણ હરી ભરવાડને ભજન ગાવા માટે પ્રેરણા મળી હતી.

ત્યારબાદ હરી ભરવાડ ભજન અને ગીત ગાવાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. માત્ર સાત વર્ષની ઉંમરે હરી ભરવાડ એ ગીત ગાવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે હરી ભરવાડ ખૂબ જ નાની ઉંમરમાં સંગીત ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી ગયા. તેમનો પહેલો આલ્બમ હરિનો માર્ગ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. ત્યારબાદ હરી ભરવાડ લોકોની વચ્ચે ખૂબ જ પ્રખ્યાત બની ગયા હતા.

પછી તો ધીમે ધીમે હરી ભરવાડ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત થવા લાગ્યા. લોકોને તેમના ભજન અને ગીત ખૂબ જ ગમવા લાગ્યા. હરી ભરવાડ ની આજની વાત કરીએ તો તેઓ સત્સંગી દુનિયામાં ખૂબ જ વ્યસ્ત કલાકાર છે. તેમનું સ્ટુડિયો અમદાવાદથી 30 કિલોમીટર દૂર કઠલાલમાં આવેલો છે. એક સમય એવો હતો કે જ્યારે ઘર ઘરમાં હરી ભરવાડના ભજનો વાગતા હતા. આજે પણ લોકો હરી ભરવાડના ભજન સાંભળવાનું પસંદ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાવ નાની એવી ઉંમરે ઘણા બધા ભજન ગાનાર હરી ભરવાડનો જન્મ ગુજરાતના આ ગામમાં થયો હતો, અત્યારે હરી ભરવાડ કરી રહ્યા છે એવું કામ કે તમે પણ…"

Leave a comment

Your email address will not be published.


*