હાર્દિક પટેલના આ જૂના સાથીદારે ગુજરાતની કઇ બેઠક પર ચૂંટણી લડવાની કરી જાહેરાત?જાણો વિગતે

368

3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી આવી રહી છે.કોંગ્રેસ અને ભાજપ બંને પોતાના ઉમેદવારો નક્કી કરવામાં લાગી ગયા છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અને હાર્દિક પટેલ ના જુના સાથીદાર દિનેશ બાંભણિયા એ ધારી અને મોરબી બેઠકો પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.દિનેશ બાંભણિયા જાહેરાત કરતા કહ્યું છે કે,આગામી દિવસોમાં વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી છે.

ત્યાં મારી સમિતિના સભ્યોને અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવશે અને ભાજપ વિરુદ્ધ અમે પ્રચાર કરીશું. હું મોરબી અને ધારી બેઠક પરથી પેટા ચૂંટણી લડીશ. દિનેશ બાંભણિયા વધારેમાં કહ્યું કે,સબસે બેરોજગાર સમિતિઓ દ્વારા સરકાર સામે લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને 8 ઓક્ટોબરે જાહેરનામું બહાર પાડવામાં આવશે. 16 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારીપત્રો ચકાસણી કરવામાં આવશે 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે.

3 નવેમ્બરના રોજ મતદાન થશે અને 10 નવેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!