પોલીસ કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ થકી ગ્રેડ પે વધારાની માંગ કરવામાં આવી રહી છે. ગાંધીનગર ખાતે વિધાનસભા ના પગથીયા પર હાર્દિક પંડ્યા નામનો કર્મચારી ગ્રેડ પે વધારાની માંગ સાથે ધરણા પર બેઠો છે. વિધાનસભા ના પગથીયા પર બેસીને
પોતાની માંગને લઇને ધરણા કરનાર હાર્દિક પંડ્યા નામનો કોન્સ્ટેબલ અમદાવાદ શહેરના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.ધરણા પર બેઠેલો આ કોન્સ્ટેબલ પોતાની વ્યથા ઠાલવવા દરમિયાન ધૂર્સકે ધુર્સકે રડી પડ્યો હતો.ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ખાતે પોતાના કાર્યક્રમમાં આ આંદોલનની નોંધ લેતું એક નિવેદન કર્યું છે.
તેઓએ જણાવ્યું કે પોલીસે ગ્રેડ પે ને લગતા મુદ્દા તેમને ધ્યાને આવ્યા છે અને આ આ બાબતે ચર્ચા પણ કરવામાં આવી છે. સરકાર આ મુદ્દા પર વિચારણા અને ચર્ચા બાદ અંતિમ નિર્ણય લેશે.તેવું હર્ષ સંઘવીએ પોતાના પ્રવચન દરમિયાન જણાવ્યું હતું.
એક તરફ ગ્રેડ પે વધારાની માંગ સાથે પોલીસ કર્મચારીઓનું ડિજિટલ આંદોલન વેગ પકડી રહ્યું છે. બીજી તરફ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નોંધ લીધી છે.
અમદાવાદ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા હર્ષ સર્વે પોલીસ કર્મચારીઓના આંદોલનને લઈને મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું કે અમે આ મુદ્દાને ધ્યાનમાં લીધા છે અને આ બાબતે ચર્ચા પણ કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment