પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમના રજીસ્ટ્રેશન માટે હવે તમારે રાશન કાર્ડની જરૂર પડશે. તમે રેશન કાર્ડ વગર રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં. આ સ્કીમમાં થયેલી છેતરપિંડીને કારણે સરકારી નિયમોમાં ફેરફાર કરવો પડ્યો છે.જો તમે પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ પહેલીવાર રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છો
તો તમારે રેશન કાર્ડ નંબર અપલોડ કરવાનો રહેશે, તે સિવાય પીડીએફ પણ અપલોડ કરવાની રહેશે.હવે આધાર કાર્ડ,બેન્ક પાસબુક અને ઘોષણાપત્ર ની હાર્ડ કોપી જમા કરવાની અનિવાર્યતા ને ખતમ કરી દેવામાં આવી છે. રજીસ્ટ્રેશન પહેલાથી આસાન થઈ જશે અને છેતરપિંડીના કિસ્સાઓ પણ બંધ થઈ જશે.
સરકારે પીએમ કિસાન યોજના નો દસમો હપ્તો ક્યારે આપવો તેની તારીખ નક્કી કરી દીધી છે. તમે પણ આજે જ રજિસ્ટ્રેશન કરાવી લો જેથી 10 મો હપ્તો તમને મળી શકે. કેન્દ્ર સરકાર 15 ડિસેમ્બર 2021 સુધીમાં દસમો હપ્તો આપવાની યોજના બનાવી રહી છે. સરકારે ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020 ના રોજ ટ્રાન્સફર કર્યાં હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!