હા મોજ હા…અમદાવાદમાં મેટ્રો ટ્રેનમાં મહિલાઓએ ભજન સાથે ગરબાની રમઝટ બોલાવી… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…

Published on: 6:41 pm, Fri, 30 June 23

અત્યારે સોશિયલ મીડિયા પર એવા વિડીયો વાયરલ થાય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. અમુક વિડિયો એવા પણ હોય છે જેને જોઈને આપણને હસવું આવે છે અને નવાઈ પણ લાગે છે. અત્યારે સોશિયલ મીડિયા પર અમદાવાદનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદની મેટ્રોમાં હવે મુસાફરી કરવી ખૂબ જ સરળ બની રહી છે.

રોજ સેકડો લોકો મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે, પૂર્વ વિસ્તારમાં એક ભજન મંડળી એક જગ્યાએથી બીજી જગ્યાએ મેટ્રો ટ્રેનમાં બેસીને જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં જ સિનિયર સિટીઝન મહિલાઓએ મેટ્રોમાં ભજન શરૂ કરી દીધા હતા.

મહિલાઓનો ભજનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાંથી મેટ્રોમાં બેઠેલી ભજન મંડળી અન્ય જગ્યાએ જઈ રહી હતી. ત્યારે તેમની સાથે ઢોલ પણ હતા, મેટ્રોમાં બેસીને મહિલાઓએ રસ્તામાં જ ભક્તિ શરૂ કરી હતી.

સિનિયર સિટીઝન મહિલાઓએ મેટ્રોમાં ભજન શરૂ કરી દીધા હતા, મહિલાઓ ઢોલ વગાડીને ભજન કરી રહી હતી. કેટલીક મહિલાઓ ભજનના તાલે ઝૂમી પણ ઉઠી હતી. ગઈકાલે બપોરનો આ વિડીયો હોવાનું જાણવા મળ્યું છે, હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

મહિલાઓને ભજન કરતી જોઈ આજુબાજુના લોકો પણ સાથે તાળીઓ પાડી રહ્યા હતા. મહિલાઓને ભજન કરતા જોઈ યુવાઓ પણ મહિલાઓનો મોબાઇલમાં વિડીયો લઈ રહ્યા હતા. મહિલાઓ ભજન કરવાથી મેટ્રો ટ્રેન પણ ભક્તિમાં રંગાઈ ગઈ હતી અને આસપાસના લોકો પણ ધીમે ધીમે ભજનમાં જોડાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હા મોજ હા…અમદાવાદમાં મેટ્રો ટ્રેનમાં મહિલાઓએ ભજન સાથે ગરબાની રમઝટ બોલાવી… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*