પેગાસસ જાસૂસી કાંડમાં હાલ માં દેશમાં ખૂબ જ ચર્ચાનો મુદ્દો બની ગયો છે. ત્યારે હવે ગુજરાત રાજ્યમાં પણ પેગાસસ નો મુદ્દો પહોંચ્યો છે. આ મુદ્દાને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર મામલા પર કોંગ્રેસ પાર્ટી તાંડવ ચડી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા આ મુદ્દે ખૂબ જ કડક વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સાથે કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતી હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતના કોંગ્રેસના નેતા આ સમગ્ર મામલા પર રાજ્યપાલને રજૂઆત કરવાના મૂડમાં આવી ગયા છે. કોંગ્રેસના નેતાઓએ રાજ્યપાલ સાથેની મુલાકાતનો સમય પણ માંગી લીધો છે.
મળતી માહિતી મુજબ એવો રાજ્યપાલને મળીને ન્યાયીક તપાસની માંગ કરશે. પેગાસસ ને લઈને પહેલેથી જ દેશમાં રાજકારણમાં મોટી ઊથલપાથલ ચાલી રહી છે. જેની અસર હવે ધીરે ધીરે ગુજરાત રાજ્યમાં પણ જોવા મળી રહે છે.
તો આ સમગ્ર મામલા પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક નિવેદન સામે આવ્યું છે કે સત્તામાં આવવા માટે કોંગ્રેસ દ્વારા પેગાસસ નો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ લાંબા સમય સત્તામાં રહી છે. પરંતુ હવે તેઓ સત્તામાં નહીં આવે શકે વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે જેમ માછલી પાણી વગર તડપી રહી છે તેવી હાલત કોંગ્રેસની છે.
આ ઉપરાંત પેગાસસ ના મામલે લોકસભા તેમજ રાજ્ય સભામાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.
તેમજ વિપક્ષ દ્વારા એવી પણ માંગ કરવામાં આવી હતી કે કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ રાજીનામું આપે. હાલમાં ગુજરાતમાં પણ જો કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલ ને મળવા જશે ત્યારે આવી જ કાંઈક માંગ ઊભી કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment