ગુજરાતમાં આ તારીખ સુધી જાણો કોણે-કોણે લેવી પડશે ફરજીયાત રસી, સરકાર દ્વારા ખાસ કેમ્પ નું આયોજન…

Published on: 8:18 pm, Thu, 22 July 21

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના ની બીજી લહેર ઘટી રહી છે અને રાજ્ય સરકાર દ્વારા સતત રસીકરણ ઝડપી બને તેના પ્રયત્નો ચાલુ છે ઉપરાંત લોકોમાં રસીકરણ ને લઈને જાગૃત થાઓ પણ આવી રહી છે. ત્યારે ગુજરાતમાં વેપારીઓ અને સેવાકીય સંસ્થાના કર્મચારીઓ માટે રસી લેવી ફરજીયાત છે એની છેલ્લી તારીખ 31 જુલાઇ છે.

આ તારીખ સુધીમાં ગુજરાતના તમામ વેપારીઓએ રસી લેવી ફરજીયાત છે તે માટે સરકાર દ્વારા ખાસ કેમ્પ નું આયોજન કર્યું છે. આગામી 25 જુલાઈના રોજ ગુજરાતમાં વેપારીઓ અને સેવાકીય સંસ્થાના કર્મચારીઓ માટે કેમ્પનું આયોજન કરાયું છે.

આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં રવિવારે અને બુધવારના રોજ રસીકરણ કાર્ય બંધ રહે છે કારણ કે બુધવારના રોજ મમતા દિવસ અને રવિવારે આરોગ્ય કર્મચારીઓની રજા આપવામાં આવે છે.

ત્યારે 25 જૂલાઇ રવિવારે પણ રસીકરણ કાર્યક્રમ શરૂ રહેશે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારની ગુજરાતી અસરકારક કામગીરી ને પરિણામે રાજ્યમાં કોરોના નું સંક્રમણ ઘટયું છે અને દિવસે ને દિવસે કેસમાં પણ ઘટાડો થતો જાય છે.

રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ૨૫થી પણ નીચે કેસો નોંધાઈ રહ્યા છે. જો કોઈપણ વ્યક્તિને કોરોના થી બચવું હોય તો તેને રસી લેવી ફરજીયાત છે.

કોરોના થી બચવા માટેનું એક જ સાધન છે એ છે રસી. જો રાજ્યની જનતા કોરોના ના તમામ નિયમો અને માસ્ક ફરજિયાત પહેરશે તો ચોક્કસ ગુજરાત કોરોના મુક્ત બની શકે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 2 કરોડથી પણ વધારે લોકોને રસી આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહે છે કે રાજ્યમાં રસીકરણ અભિયાન ઝડપી બને.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "ગુજરાતમાં આ તારીખ સુધી જાણો કોણે-કોણે લેવી પડશે ફરજીયાત રસી, સરકાર દ્વારા ખાસ કેમ્પ નું આયોજન…"

Leave a comment

Your email address will not be published.


*