તમે બધા ગુજરાતી લોક ગાયકા કિંજલ દવેને તો જરૂર ઓળખતા હશો. કિંજલ દવે ના માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં મોટી સંખ્યામાં ચાહકો છે. ત્યારે કિંજલ દવે ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે. કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટી ગઈ છે.
હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ આ સમાચાર વાયુ ભેગે પ્રસરી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે પવન જોશી અને કિંજલ દવેની સગાઈ પાંચ વર્ષ પહેલા થઈ હતી. પાંચ વર્ષ બાદ ગુજરાતી ગરબા ક્વિન કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે. સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યો છે કે કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા પરથી પવન જોશી સાથેની તમામ પોસ્ટ ડીલીટ કરી નાખી છે.
આ ઉપરાંત સોશિયલ મીડિયા પર કિંજલ દવે પવન જોશીને અનફોલો પણ કરી દીધો છે. આ સગાઈ તૂટવા પાછળનું કારણ પવન જોષીની બહેન છે તેવું સૂત્ર અનુસાર જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી અનુસાર પવન જોષીની બહેનના લગ્ન કિંજલ દવેના ભાઈ આકાશ દવે સાથે નક્કી કરેલા હતા.
પરંતુ પવન જોષીની બહેન અન્ય યુવકને પ્રેમ કરતી હતી અને તેને તે યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. આ કારણોસર કિંજલ દવે અને પવન જોષી જોશીની સગાઈ તૂટી છે તેવું કહેવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પરથી પણ કિંજલ દવે પવન જોષી સાથેના તમામ ફોટાઓ હટાવી દીધા છે. એટલું જ નહીં પરંતુ તેમને પોતાનું instagram પ્રાઇવેટ કરી નાખ્યું તેવી પણ માહિતી મળી રહે છે.
હાલમાં આ સમાચાર સોશિયલ મીડિયા પર ચારેય બાજુ વાયુવેગથી ફેલાઈ રહ્યા છે. આ સમાચાર સાંભળીને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સગાઈ તૂટવાને લઈને હજુ સુધી કિંજલ દવે કે પવન જોષી દ્વારા કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે શું થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment