જાણો સાટા પદ્ધતિ એટલે શું..? કે જેના કારણે ગુજરાતી ગરબા ક્વિન કિંજલ દવે અને પવન જોષીની 5 વર્ષ બાદ સગાઈ તૂટી… જાણો વિગતવાર

Published on: 10:33 am, Sat, 11 March 23

મિત્રો તમે બધા ગુજરાતી લોકગાયકા કિંજલ દવેને તો જરૂર ઓળખતા હશો. અત્યારે તો સમગ્ર ગુજરાત રાજ્યમાં ચારેય બાજુ કિંજલ દવેની જ ચર્ચાઓ ચાલી રહી છે. મિત્રો તમને જણાવી દઈએ કે કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે. ગઈકાલે આ વાતના સમાચાર સામે આવ્યા હતા. પાંચ વર્ષ પહેલા કિંજલ દવે અને પવન જોષીની સગાઈ થઈ હતી.

ત્યારે અચાનક જ કંઈક એવું થયું કે કિંજલ દવે અને પવન જોષીની સગાઈ તૂટી ગઈ છે. સગાઈ તૂટવા પાછળ અલગ અલગ મીડિયા ઉપર અલગ અલગ કારણ બતાવવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે કિંજલ દવે અને તેમના ભાઈની સગાઈ સાટા પદ્ધતિમાં કરવામાં આવી હતી. જેમાં કિંજલ દવેના ભાઈ આકાશ દવેની સગાઈ પવન જોષીની બહેન સાથે કરવામાં આવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે કિંજલ દવે અને પવન જોષીની સગાઈ તૂટવાનું મુખ્ય કારણ પવન જોષીની બહેન છે. પવન જોષીની બહેન અન્ય યુવકને પ્રેમ કરતી હતી. તેથી તેને તે યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. આ વાત સામે આવતા જ પવન જોષી અને કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ હતી. મિત્રો તમને જણાવી દઈએ કે સાટા પદ્ધતિ નો રિવાજ ઘણા સમયથી ચાલતો આવે છે.

Know About Famous Gujarati Singer Kinjal Dave Fiance Pavan Joshi | આ છે  ફેમસ સિંગર કિંજલ દવેનો ફિયાન્સે, પવન જોષી શું કરે છે? જાણો વિગત

જેની અંદર એક જ પરિવારના છોકરો છોકરી બીજા પરિવારના છોકરા છોકરી સાથે લગ્ન કરે છે. આ પદ્ધતિમાં જો એકના લગ્ન જીવનમાં કંઈ પણ ડખો થાય તો બીજાનું પણ લગ્નજીવન આપોઆપ તૂટી જાય છે. પછી ભલે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હોય અથવા તો બંને વચ્ચે સારો સંબંધ હોય છતાં પણ આ રિવાજના કારણે લગ્નજીવન ભાંગી પડે છે.

ચાર ચાર બંગડીવાળી ગાડી લાવી દઉં' સોંગથી ફેમસ થયેલ કિંજલ દવેએ ચૂપકેથી સગાઈ  કરી લીધી

સૂત્ર અનુસાર જાણવા મળી રહ્યો છે કે કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પવન જોષી સાથેના તમામ ફોટાઓ હટાવી દીધા. આ ઉપરાંત પવન જોષીને સોશિયલ મીડિયા પરથી અનફોલો પણ કરી દીધો છે. જ્યારે પવને પોતાનું સોશિયલ મળ્યા એકાઉન્ટ પબ્લિકમાંથી પ્રાઇવેટ કરી નાખ્યું છે.

કિંજલ દવેની સગાઇ તુટી! પવન જોશીની બહેનના કારણે બંન્નેના પાંચ વર્ષના મધુર  સંબંધનો અંત

હાલમાં આ વાતની ચર્ચાઓ સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે. આ વાત ના સમાચાર મળતા જ લોકો અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે. કિંજલ દવેની વાત કરીએ તો તેઓ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે. જ્યારે પવન જોષી મૂળ પાટણ જિલ્લાની અંદર આવેલા સરિયાદ ગામના વતની છે અને અને તેઓ અમદાવાદની અંદર એ ખૂબ જ મોટો બિઝનેસ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જાણો સાટા પદ્ધતિ એટલે શું..? કે જેના કારણે ગુજરાતી ગરબા ક્વિન કિંજલ દવે અને પવન જોષીની 5 વર્ષ બાદ સગાઈ તૂટી… જાણો વિગતવાર"

Leave a comment

Your email address will not be published.


*