સૌરાષ્ટ્રના આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ નો જંગ,જાણો કારણ

ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઘણી જગ્યા પર નેતાઓએ પ્રયાસ કરીને ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરી છે ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી ની ધારી બેઠકને મોટી ગ્રામ પંચાયત માનવામાં આવે છે. ધારી ગામ પંચાયતની ચૂંટણીનો જંગ રસપ્રદ બની ગયો છે.

એટલા માટે કહી રહ્યા છે કે ભાજપનો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસની સામે નહીં પણ ભાજપનો ભાજપની પેનલ સાથે જંગ જામ્યો છે.આ ગ્રામ પંચાયતમાં પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય ના વર્ચસ્વને લઈને જંગ જામ્યો છે. ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયા છે.

આ ગામ પંચાયત નો જંગ એટલા માટે રસપ્રદ છે કે આ વર્ષે આ ગ્રામ પંચાયત મહિલા માટે અનામત હોવાના કારણે અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભુપત વાળા એ તેમની પત્નીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. મહત્વની વાત એ છે કે ભૂપત વાળા ની ચેનલ નું સમર્થન પૂર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવા કરી રહ્યા છે.

તેમની સામે ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયા સમર્થિત પેનલ છે.આ માટે કહી શકાય કે ધારી માં ભાજપની સામે ભાજપનો જંગ જામ્યો છે. બંને પેનલ પોતાનો ઉમેદવાર નો પ્રચાર કરી રહ્યા છે અને બંને પેનલ ના કાર્યાલય ઉપર ગાંઠિયા અને ભજીયા ની મોજ લોકો અને કાર્યકર્તાઓ લઇ રહ્યા છે.

સ્થાનિક લોકોના કહેવા અનુસાર ભાજપની બંને પેનલ ખૂબ જ મહત્વની પેનલ છે ત્યારે જોવાનું છે કે કઈ પેનલ ચૂંટણીમાં તેમના ઉમેદવારને જીતાડવા માટે સફળ થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*