અમદાવાદ જઈ રહેલા એક યુવાને મહેસાણામાં અકસ્માત નડયો, અજાણ્યા વાહન ચાલકની ટક્કરના કારણે યુવકનું મૃત્યુ…

Published on: 9:51 am, Tue, 14 December 21

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે મહેસાણામાં સોમવારના રોજ એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે.. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવાન પોતાના વતન સિધ્ધપુર થી નોકરી માટે અમદાવાદ જઈ રહ્યો હતો.

ત્યારે રસ્તામાં એક અજાણ્યા વાહનચાલકે તેની એકટીવા ની જબરદસ્ત ટક્કર લગાવી હતી અને તેના કારણે તેનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત ઈજાગ્રસ્ત થયો હતો.

આ કારણોસર યુવાનનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. અકસ્માત બન્યા બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.  અકસ્માત સોમવારના રોજ વહેલી સવારે આઠ વાગ્યાની આસપાસ બન્યો હતો.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો 24 વર્ષનો યુવાન અમદાવાદમાં એસજી હાઇવે પાસે એકાઉન્ટર તરીકે નોકરી કરતો હોવાથી પોતાની એકટીવા લઈને નોકરી માટે નીકળ્યો હતો.

આ દરમિયાન મહેસાણા માંડવી પાસે એક અજાણ્યા વાહનચાલકે તેની જબરદસ્ત ટક્કર લગાવી હતી. જેમાં યુવાનનું મૃત્યુ થાય છે. મૃત્યુ પામેલો યુવાન પોતાના માતા-પિતા નો એક નો એક જ દીકરો હતો.

એકના એક દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મૃત્યુ પામેલા યુવાનના પિતાએ અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદ જઈ રહેલા એક યુવાને મહેસાણામાં અકસ્માત નડયો, અજાણ્યા વાહન ચાલકની ટક્કરના કારણે યુવકનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*