ગુજરાતમાં ભાદરવા મહિને ખૂબ જ વરસાદ ખાબક્યો છે. જેથી કૃષિ પાક નું ચિત્ર બદલાઈ ગયું છે.તેની સીધી અસર મગફળીના પાક પર જોવા મળી છે. મગફળીની ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક આવક 33.44 લાખ ટનનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
આ અંદાજ ગુજરાત સ્ટેટ અડીબલ ઓઈલસ એન્ડ ઓઈલ સિડ્સ એસોસિએશન દ્વારા લગાવવામાં આવ્યો છે. જો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે તો એસબીઆઈ તમને આ કાર્ડ ઉપર ન્યૂનતમ વ્યાજે 3 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે.આ સ્કીમનો લાભ લેવા માટે યોનો એપ્લિકેશન ડાઉનલોડ કરી કૃષિ પ્લેટફોર્મ પર અરજી કરી શકો છો.
ગુજરાત શિક્ષણ બોર્ડ ની ધો.10-12 ની બોર્ડ પરીક્ષા આ વર્ષે સમયસર જ માર્ચ માં જ લેવાનાર છે પરંતુ બોર્ડ પરીક્ષા ના ફોર્મ દિવાળી વેકેશન બાદ ભરાવવાનું શરૂ થશે. કારણકે હજુ સુધી સ્કૂલ માં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે શિક્ષણ ચાલી રહ્યું છે.
પ્રવેશ પણ મોડે સુધી થયા છે તેમજ 18મી થી પ્રથમ સત્ર પરીક્ષા શરૂ થવાની છે.ગત વર્ષે કોરોના લીધે ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ મોડી શરુ થઈ હતી અને તે મોડે સુધી ચાલી હતી. આ વર્ષની બોર્ડ પરીક્ષા એટલે કે 2022 માં લેવાનારી ધો 10 અને 12 ની બોર્ડ પરીક્ષા સમયસર માર્ચમાં લેવામાં આવનાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment