રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ માટે આવ્યા મોટા સમાચાર,આ દિગ્ગજ નેતાએ પોતાના પદ પરથી આપ્યું રાજીનામું

Published on: 11:15 am, Mon, 18 October 21

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ આવી રહ્યાની ચર્ચા વચ્ચે જિલ્લા સંગઠનના માળખામાં પણ આગામી દિવસોમાં મોટા ફેરફાર થઈ શકે છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી હિતેશ વોરાએ રાજીનામું આપી દેતા નવા પ્રમુખ માટે શોધ શરૂ કરવામાં આવી છે.

છેલ્લા ચાર વર્ષથી રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ સંભાળી રહેલા હિતેશે પ્રદેશ કોંગ્રેસને રાજીનામું મોકલી આપ્યું છે.જોકે પક્ષે હજુ તે સ્વીકાર્યું નથી પરંતુ હવે તેઓ ખુદ કોઈ બીજાને તક મળે તેવું ઇચ્છી રહ્યા છે. આ દરમિયાન રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માટે સક્રિય આગેવાનો ની શોધ ચાલી રહી છે.

આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને જ્ઞાતિના રાજકીય ગણિત મુજબ પટેલ આગેવાનને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખ પદે નવી નિમણૂક થાય ત્યારબાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બદલાશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ માટે આવ્યા મોટા સમાચાર,આ દિગ્ગજ નેતાએ પોતાના પદ પરથી આપ્યું રાજીનામું"

Leave a comment

Your email address will not be published.


*