ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તમામ નગરપાલિકાઓમાં ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં નિરીક્ષક તરીકે કુલ પાંચ લોકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં દીપક બાબરીયા, સી જે ચાવડા, યુનુસ પટેલ,અલકાબેન પટેલ અને નિરંજન પટેલની નિમણૂક કરવામાં આવી છે. વડોદરા મહાનગર પાલિકામાં એક શિક્ષક તરીકે ગૌરવ પંડ્યા અને.
ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ની નિમણૂક કરવામાં આવી છે. જામનગરના નિરીક્ષક તરીકે રાજુ પરમાર, ખુરશીદ શેખ અને ચંદ્રિકાબેન ચુડાસમા ની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટના નિરીક્ષક તરીકે શૈલેષ પરમાર, અમી યાજ્ઞિક અને નરેશ રાવલ ની નિમણૂક કરવામાં આવી છે. સુરત ગ્યાસુદ્દીન શેખ અને વીરજી ઠુમર ની નિમણૂક કરવામાં આવી છે.
ભાવનગરના નિરીક્ષક તરીકે હિંમતસિંહ પટેલ અને સાગર રાયકા ની નિમણૂક કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પણ શરૂ કરી દીધી છે.
અને પ્રદેશ અને જિલ્લાના નિરીક્ષકો ઉમેદવારો સાંભળશે. 2 જાન્યુઆરી થી 5 જાન્યુઆરી સુધી આ પ્રક્રિયા ચાલશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment