ગુજરાત રાજ્યના રાજકારણમાં આવ્યા સૌથી મોટા સમાચાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા…

Published on: 5:08 pm, Sat, 2 January 21

કોરોના મહામારી વચ્ચે ગુજરાત રાજ્યમાં ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી સંભાવનાઓ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપ બંને તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત રાજકારણ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા BTP અને AIMIM વચ્ચે ગઠબંધન થયું છે.

ગુજરાત રાજ્યમાં બીટીપી અને અસુદ્દીન ઓવેસી ની પાર્ટી AIMIM વચ્ચે ગઠબંધન થયું છે.બંને પાર્ટીના નેતાઓની મુલાકાત બાદ છોટુ વસાવાએ જણાવ્યું કે,સંસ્થાઓની ચૂંટણી બંને પક્ષ સાથે મળીને લડશે. ભાજપ અને કોંગ્રેસ ને જાકારો આપવા આ ગઠબંધન જરૂરી છે.

ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને અમને કંઈ પણ મળ્યું નથી. છોટુ વસાવાએ ઇકો સેન્સેટીવ ઝોનનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે, સરકાર ઇકો સેન્સીટીવ ઝોન બનાવી.

121 ગામોની જમીન લેવા માંગે છે તો તેમને ભાજપના સાંસદ મનસુખ વસાવાને લાયક ન હોવાનું જણાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!