ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત

ગુજરાતના નવા મુખ્યમંત્રી બનતા ભૂપેન્દ્ર પટેલે એક્શન માં આવ્યા છે અને એક પછી એક મોટા નિર્ણયો લઈને સૌને ચોંકાવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ મહત્વની જાહેરાત કરી છે.આ વખતે સરકારે કર્મચારીઓની દિવાળી સુધારી દીધી હોય તેવું લાગી રહ્યું છે.

દિવાળીને લઈને સરકારે આ વખતે સરકારી કર્મચારીઓના પગાર વહેલા થશે તેવો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે 4 નવેમ્બર દિવાળી આવતી હોવાથી સરકારી કર્મચારીઓના પગાર લઈને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સરકાર દિવાળી પહેલા પગાર કરી દેવાની સૂચના આપી દીધી છે.

ઉલ્લખનીય છે કે આ વખતે દિવાળી 4 નવેમ્બરે આવી રહી છે. સરકારી કર્મચારીઓના પગાર 25 કે 26 ઓક્ટોબર સુધીમાં કરી દેવામાં આવશે એટલું જ નહીં વધુમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શન વહેલા જમા થશે જેથી કર્મચારીઓની દિવાળી આણંદ થી ઉજવી શકે,આ સરકાર દ્વારા મહત્વનો નો નિર્ણય લેવામાં આવતા કર્મચારીઓમાં ખુશી જોવા મળી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*