ગુજરાત રાજ્યના દિવ્યાંગ લોકોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત,જાણો વિગતે

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં જાહેરાત કરતા જણાવ્યું કે, હવેથી દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર મેળવવા માટે વારંવાર ચેકઅપ કરાવવા માટે જવું પડશે નહીં જયારે એસટી બસમાં મુસાફરી માટે મળતો પાસ પણ હવેથી આજીવન ધોરણે માન્ય ગણવામાં આવશે.

મુખ્યમંત્રી વધુમાં કહ્યું કે,હેલા દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર માટે વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું અને સરકારી કચેરીઓના ધક્કા ખાઇને હાડમારી વેઠવી પડતી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગતાનો પ્રમાણપત્ર આજીવન કરવાનું મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

પેરા ઓલિમ્પિકમાં ભારતને ગૌરવ અપાવનાર અને અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી ભાવના પટેલ ની સિદ્ધિ ને પણ યાદ કરી હતી.તેમણે વધુમાં જણાવ્યું કે સરકારની સાથે જે ટ્રસ્ટ ઊભા છે તેમને સરકાર સાથ આપે છે. ઉલ્લેખનીય છે કે

અમદાવાદના મેમનગર માં સૌરાષ્ટ્ર કેળવણી મંડળમાં ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં નવા નિમણૂક થયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં વિકલાંગ વ્યક્તિઓને ત્રણ દિવસના કેમ્પ દરમિયાન હાથ પગ બનાવી આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*