ખેડા-નડિયાદ રોડ પર આઇસર અને ઇકો કાર વચ્ચે ટક્કર થતા સર્જાયો અકસ્માત, એક મહિલાનું મૃત્યુ…

Published on: 12:11 pm, Wed, 22 September 21

છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. અત્યાર સુધીમાં આ અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના બાકરોલ ખાતે વીનુકાકા માર્ગ પર આવેલા દીવાકસી રેસિડેન્સીમાં રહેતા નિલેશ દામોદર ભટ્ટ ના પત્ની સાથે બેન ભટ્ટ પોતે ખેડા સબ ટ્રેઝરર ઓફિસર તરીકે ફરજ બજાવે છે.

ત્યારે તેઓ મંગળવારના રોજ GJ 23 CA 5371 નંબરની ઇકો કાર માં બેસી ને ખેડા નોકરી માટે જઈ રહ્યા હતા. ત્યારે ખેડા નડિયાદ રોડ પર સવારના 10:30 વાગ્યાની આસપાસ GJ 23 AT 6605 નંબરના આઇસરે ઇકો કારને ટક્કર લગાવી હતી.

ઈકો કાર અને આઇસર વચ્ચે એટલી જબરદસ્ત ટક્કર થઇ કે ઇકો કારનો તો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. જ્યારે ઈકો કાર અને આઇસર વચ્ચે ટક્કર થઇ ત્યારે આઇસર રોડની સાઈડમાં આવેલા ઝાડમાં ઘૂસી ગયું હતું.

મળતી માહિતી મુજબ અકસ્માત દરમિયાન ઇકો કારમાં સવાર માધવીબેન ને માથાના ભાગમાં અને શરીરના ભાગમાં ઇજા થવાના કારણે તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત ઇકો કાર ચાલક રાકેશ પ્રતાપને શરીરમાં નાની-મોટી ઇજા પહોંચી હતી.

અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાંથી કોઈ વ્યક્તિ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ સમગ્ર અકસ્માતને લઈને મૃત્યુ પામેલા માધવીબેન ના પતિ નીલેશની ફરિયાદના આધારે આઇસર ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.

અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ઇકો કાર આઈસ્ક્રીમ ની ડીલેવરી આપવા માટે ખેડા આવતી હતી ત્યારે રસ્તામાં માધવીબેન ને કારમાં બેસાડ્યા હતા. ત્યારે રસ્તામાં તેઓ નો અકસ્માત થયું હતું અને માધવીબેન નું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!