ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ વધુ એક અરજી નોંધાવી છે. આ અરજી ડાકોર અને કપડવંજ પોલીસ સ્ટેશનમાં થઈ છે. હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાવવા અંગે અરજી કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા જ ગોપાલ ઇટાલીયા નો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ગોપાલ ઇટાલીયા બેફામ નિવેદન આપ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો.
વીડિયોમાં ગોપાલ ઇટાલીયા ભગવાનની કથાઓ અને ધાર્મિક વિધિઓ વિશે ટિપ્પણી કરી હતી. અને એવું કહ્યું કે વિધિ પાછળ લોકો સમય બગાડી રહ્યા છે. ઉપરાંત તેમને કહ્યું કે લોકોને વર્ષોથી એક જ કથા સંભળાવવામાં આવે છે એવું નિવેદન પણ આપ્યું હતું.
જે કે ગુજ્જ રોક્સ આ વિડીયો અંગે કોઈ પુષ્ટિ કરતું નથી. ઉપરાંત આજે સુરતમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર અને બે ઉમેદવારો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ફરિયાદ જાહેરનામાનો ભંગ કરવાની અને સરકારી કામમાં રુકાવટ કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ગોપાલ ઇટાલીયા કોરોના સંક્રમણ માં મૃત્યુ પામેલા લોકોને સહાય આપવાની વાત કરી હતી.
ઉપરાંત ગોપાલ ઇટાલીયા કહ્યું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી તો તંત્રના ખામીના કારણે લોકોને પોતાનો જીવ નહીં ગુમાવવો પડે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment