ગુજરાત રાજ્યમાં આવનારા તહેવાર માટે ગાઈડ લાઈન તૈયાર , જાણો શું રહેશે નિયમો

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ની કહેર વચ્ચે ટૂંક સમયમાં આવનારી 15 મી ઓગસ્ટ માટે સરકાર દ્વારા ગાઈડ લાઈન બહાર પાડવામાં આવેલ છે. કોરોના સંક્રમણ ને અટકાવવા માટે સરકાર દ્વારા અનલૉક 3 એટલે કે લોકડાઉન 3 મૂકવામાં આવેલ છે.

ગુજરાત રાજ્યમાં આગામી 15મી ઓગષ્ટને લઇને સરકાર શ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જેમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે . રાજ્યના મુખ્યમંત્રી નું પ્રવચન અને રાષ્ટ્રગાન થશે.

આમ રાજ્યમાં 15 મી ઓગસ્ટ ને લઈને ઉજવણી માટે જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે.જેમાં તાલુકા અને જિલ્લા લેવલના કાર્યક્રમો માટે અલગ અલગ નિયમો બહાર પાડવામાં આવેલ છે.જિલ્લા લેવલના કાર્યક્રમમાં 150 મહેમાનોને આમંત્રિત કરી શકાશે.

જ્યારે ઉજવણી દરમિયાન પાંચ મહેમાનોને જ મગજ ઉપર ઉપસ્થિત કરવામાં આવશે અને આ ઉપરાંત તાલુકા લેવલના કાર્યક્રમમાં અને ગ્રામ્ય લેવલના કાર્યક્રમ માત્ર 50 મહેમાનોને જ ઉપસ્થિત કરી શકાશે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*