GTU દ્વારા ઓનલાઇન પરીક્ષાને લઇને કરાઈ મોટી જાહેરાત, જાણો વિગતે.

વાવાઝોડાના કારણે મે મહિનામા આયોજિત તમામ ઓનલાઇન પરીક્ષા હાલ જીટીયુ દ્વારા મોકૂફ કરી દેવામાં આવી છે. વાવાઝોડાના કારણે વીજપુરવઠો ખોરવાઈ ગયો છે જેથી અનેક વિસ્તારમાં ઓનલાઈન થવાની સુવિધાઓ હજુ ચાલુ થઈ નથી.

મહામારીની વચ્ચે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના શિક્ષકો રાજ્યના 14 જેટલી સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનનો વપરાશ અને મોનિટરિંગ કરશે.

GTU ના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ ની 40 જેટલી ફેકલ્ટી સહયોગ આપશે જેના ભાગરૂપે વિવિધ સરકારી હોસ્પિટલો માટે GTU તરફથી પ્રત્યેક હોસ્પિટલ દીઠ ત્રણ સભ્યોની નિમણૂક કરવામાં આવશે.

જેમાં એક સિનિયર ફેકલ્ટી, એક PHD કે અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી સહિત ત્રણ સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. વાવાઝોડામાં બંધ થયેલા મોબાઇલ નેટવર્ક ફરી એક્ટિવ થયા છે.

જૂનાગઢ અને બોટાદમાં મોબાઈલ ફોન નેટવર્ક શરૂ થઈ ગયા છે. વાવાઝોડા થી પ્રભાવિત બે જિલ્લામાં મોબાઇલ નેટવર્ક શરૂ થયા છે અને અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ માં ઇન્ટ્રા સર્કલ સુવિધા આપવામાં આવી છે.

3 જિલ્લામાં ઇન્ટ્રા સર્કલ રોમિંગ સુવિધા 24 સુધી કાર્યરત રહેશે તેમજ 24મી મે સુધી મોબાઈલ યુઝર કોઈપણ સર્વિસ પ્રોવાઈડર કંપની ના નેટવર્કનો ઉપયોગ કરી શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*