કોરોના ના કેસો ઘટવાને કારણે દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, બિહાર, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કેરળ ની રાજ્ય સરકારો લોકડાઉન માં છૂટ આપવાની વિચારણા કરી રહી છે.દિલ્હીમાં લોકડાઉન મા છૂટ ના મામલે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બેંજલ.
અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચ્ચે વિકેન્દમાં વાત થવાની છે. કેજરીવાલે મીડિયા અને આ વાતની જાણકારી આપી હતી અને દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 5 ટકાથી નીચે આવતા દિલ્હી સરકાર લોકડાઉન માં છૂટ આપી શકે છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે રાજ્યમાં વાયરસ ની પરિસ્થિતિ કંટ્રોલમાં છે તેથી 1 જૂનથી ધીરે ધીરે બધું રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશમાં મે મહિનાના અંત સુધીમાં લોકડાઉન ચાલુ રહી શકે છે અને હાલમાં 24મીની 07:00 સુધી આંશિક કરફયુ ચાલુ રહેશે. જો કે રાજ્યમાં વાઇરસના કેસમાં સતત ઘટાડો આવતો રહ્યો છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ પ્રતિબંધોમાં થોડી છૂટ નો સંકેત આપતા જણાવ્યું છે કે એક સમીક્ષા બેઠક યોજવામાં આવશે અને તેમાં અમે અનલોકીંગ અંગેનો નિર્ણય લેશો.
તેમને કહ્યું કે ગત મહિનાની તુલનામાં વાયરસના દર્દીઓની સંખ્યા ઓછી થઈ છે. બિહારમાં નીતિશ સરકાર જુમ્મા પહેલા અઠવાડિયામાં આ પ્રતિબંધો વધારવાની જાહેરાત કરી શકે છે અને રાજ્યમાં મેં બાદ લોકડાઉન લાગી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment